Monday, August 1, 2022

ગામ લોકો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ; દારુ ન પીવા તેમજ કોઈને વેચવા ન દેવાની પ્રતિજ્ઞા લીધી | Tributes were paid to the dead by the villagers; He vowed not to drink alcohol and not to sell it to anyone

બોટાદ10 મિનિટ પહેલા

બરવાળા તાલુકામાં કેમિકલ કાંડમાં સૌથી વધુ 12 જેટલા લોકોના મોત થયેલ ત્યારે રોજિંદ ગામે પ્રાથમિક શાળામાં બરવાળા,રાણપુર અને ધધુકા ના મુતર્કો માટે શ્રદ્ધાજલી કાર્યક્રમ યોજાયો. કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ હાજર રહ્યા હતા. ગામના લોકોએ સમૂહમાં વ્યસન મુક્તિ અને દારૂ ન પીવાની પ્રતિજ્ઞા લીધી હતી. જ્યાં આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામના લોકો હાજર રહ્યા હતા.

25 જૂલાઈએ દેશીદારુ પીધા બાદ થયો હતો લઠ્ઠાકાંડ
બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકામાં જે પ્રમાણે 25 જુલાઈએ કેમિકલ પીધા બાદ એક પછી એક અનેક લોકોને તેની અસર થયેલ અને બરવાળા, રાણપુર અને ધધુકાના 46 જેટલા લોકોના મોત થયા છે .અને કેમિકલ કાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. કોઈએ પોતાના મોભી તો કોઈએ પોતાનો પતિ તો કોઈ એ પોતાના પિતા ગુમાવ્યા છે . ત્યારે ફરી પાછી આવી ઘટના ના બને તે માટે રોજિંદ ગામે શ્રદ્ધાંજલી અને સમૂહમાં વ્યસન મુક્તિ અને દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞા કાર્યકમ યોજાયો હતો.

રોજિદ ગામમાં 12 લોકોના મોત
બરવાળાનું રોજિંદ ગામ જેમાં સૌથી વધુ 12 જેટલા મોત થયેલ છે .ત્યારે હવે પછી આ ગામ તેમજ અન્ય ગામમાં કોઈ દારૂ પીવે નહિ તે માટે શ્રદ્ધાજલી કાર્યક્રમ અને પ્રતિજ્ઞાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, ધધુકા ના ધારાસભ્ય રાજેશ ગોહિલ, રોજિંદ ગામના સરપચ જિંગર ભાઈ ડુંગરાણી સહિત ગામના આગેવાનો અને અન્ય લોકો હાજર રહ્યા હતા. મૃતકોને શ્રદ્ધાંજલી સાથે ધૂનનું પણ આયપજન કરવામાં આવેલ હતું. જ્યારે ગામના સરપંચ એ લોકોને બે હાથ ઉંચા કરાવી અને રોજિંદ ગામ તેમજ અન્ય ગામોમાં લોકોને દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞા લેવરાવી હતી અને મીણબત્તી પ્રગટાવી અને મુતકોને શ્રધ્ધા સુમન આપવામાં આવ્યું હતું. જ્યાં આ કાર્યક્રમ માં ખુબજ મોટી સંખ્યામાં ગામની મહિલાઓ તેમજ પુરુષો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.