الخميس، 11 أغسطس 2022

શિવના આભૂષણો જીવની શિવ તરફ ગતિના પ્રતિક | Shiva's ornaments symbolize the movement of the soul towards Shiva

ધ્રોલએક કલાક પહેલાલેખક: જયેશ ભટ્ટ

  • કૉપી લિંક
  • તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ

શિવનાં દેખીતા ભય પમાડે અને જોવા ન ગમે તેવા આભૂષણો આધ્યાત્મની દિશાને આપનાર છે. તેનું સવિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. જેની ઇચ્છામાત્રનાં સ્પન્દથી જગતની ઉત્પતિ થઇ હોય તેને જગતની સમૃધ્ધિનું કોઇ મહત્વ હોતું નથી. જેમાં પોઠીયો એ સંયમ અને ઇશ્વર પ્રત્યેની અતૂટ શ્રધ્ધાનું પ્રતિક છે. ખટ્વાંગ એટલે ખાટલાની પાટી અથવા વ્યાધ્ર ચર્મ છે જે જીવનમાં મહતવકાંક્ષાન હોવાનું તેમજ શરીર નાશવંત છે તેને વિવિવ વસ્ત્રોની જરુર નથી શિલવાન હોવાનું દર્શાવે છે.

જીવ અને શિવનું ઐક્ય થાય છે
શિવનાં જમણા હાથમાં શોભાયમાન ત્રિશુલ એ ત્રણ ગુણ સત્વ, રજસ અને તમસનું પ્રતિક છે. શિવ આ ત્રેણેય ગુણોથી પર છે આથી ત્રણેય ગુણ પર તેઓ કાબુ રાખે છે. જયારે વખત આવ્યે સંહાર પણ કરે છે. આ સત્વ, રજસ અને તમસ એ ત્રણે ગુણો પર કાબુ મેળવવાથી નિર્વિકાર સમાધિ અવસ્થા પ્રાપ્ત થાય છે. ત્યારે જીવ અને શિવનું ઐક્ય થાય છે. ત્રિશુલનાં ત્રણે પાંખીયા બીજા અર્થમાં જ્ઞાન, કર્મ અને ભક્તિના બોધક છે. જયારે ભસ્મ ભગવાન શિવ પોતાના શરીર પર લગાડીને રહે છે. જયારે કોઇ પણ વસ્તુ પૂર્ણ રીતે બળી જાય ત્યારે માત્ર ભસ્મ જ વધે છે. જયારે પ્રલયકાળે બધું ભસ્મ થઇ જાય ત્યારે માત્ર શિવ જ રહે છે.

પરમાત્મા સૃષ્ટિનાં અણુ એ અણુમાં સમાયેલા છે
ભસ્મ પંચ તત્વો આકાશ, અગ્નિ, પૃથ્વી,જળ અને વાયુનાં સાર રુપે છે. પરમાત્મા સૃષ્ટિનાં અણુ એ અણુમાં સમાયેલા છે. સૃષ્ટિ લય પામીને ભસ્મીભૂત થઇ જાય ત્યારે તે શિવ તત્વમાં વિરાન પામે છે. જગતનાં તમામ દ્વંદ્વોને શિવાગ્નિમાં બાળીને મહામોહ માંથી મુક્ત થઇ નિર્વિકાર થઇ જાય છે તે જ તેના શરીરે ભસ્મનું લેપન છે. શિવનાં ગળે સર્પો વિંટળાયેલા રહે છે. તે જગતની ઉત્પત્તિ અને લયનું સુચક છે.

શિવતત્વ જ જગતનાં તમામ વિષોને ગળામાં ધારણ કરે છે
સંપૂર્ણ જગત માયારુપી સર્પોથી વંટળાયેલું છે. મનુષ્ય જયારે માયાથી પર થાય ત્યારે જ તેને શિવતત્વની પ્રાપ્તિ થાય છે. શિવતત્વ જ જગતનાં તમામ વિષોને ગળામાં ધારણ કરે છે. શિવનાં ગળામાં ખોપરીની માળા એટલકે મુંડમાલા ધારણ કરે છે કેમકે સમગ્ર સૃષ્ટિ ઇશ્વર મયિ છે. મુંડમાલા એ સૃષ્ટિનાં પદાર્થો અને તેમાં પરોવેલો દોરો એ શિવત્વનું પ્રતિક છે. મસ્તકને બ્રહ્મનું સ્થાન મનાયું છે અને દોરા વડે જીવ અને શિવનું ઐક્ય બતાવાયું છે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/960/2022/08/11/36_1660157876.jpg

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.