મલ્ટિ પર્પઝ વર્કર અને જુનિયર ક્લાર્કની હંગામી ભરતી કરાશે | Temporary recruitment of multi-purpose worker and junior clerk

વડોદરા7 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • 11 માસના કરારથી ભરતીનો નિર્ણય કરાયો
  • શહેરના રહેવાસીને પ્રાધાન્ય આપવા નિર્ણય​​​​​​​

શહેરમાં નવી વોર્ડ રચના ઊભી થતાં જુનિયર ક્લાર્ક, મલ્ટી પર્પઝ વર્કર સહિત 650 પદો માટે સીધી ભરતી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં વિલંબ થતો હોવાથી પાલિકાએ 11 માસના કરાર પર મહેકમની ખાલી જગ્યા ભરવાની પ્રક્રિયા શરૂ કરી છે. 19 વોર્ડમાં જુ. ક્લાર્ક, મલ્ટી પર્પઝ વર્કર અને એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.

વર્ષ 2006 બાદ રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા હદ વિસ્તારમાં 57.48 ચો.કિમીનો સમાવેશ કરતાં શહેરનો વિસ્તાર 216.08 ચોરસ કિલોમીટર થયો છે. તદુપરાંત અગાઉ વહીવટી બોર્ડ 12 હતા, જેના સ્થાને નવા 7 વોર્ડ ઉમેરી 19 વોર્ડ કરાયા છે. વોર્ડની પુનઃરચના બાદ ત્યાં નવીન શિડ્યૂલના મહેકમને ભરવાની સીધી પ્રક્રિયા શરૂ કરી હતી, જે હાલમાં ચાલી રહી છે, જેમાં સમય વ્યતીત થઈ શકે તેમ છે.

જેથી પાલિકાએ સીધી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી જુનિયર ક્લાર્ક, મલ્ટી પર્પઝ વર્કર, સેનેટરી અને એડિ. આસિ. એન્જિનિયર સિવિલની મંજૂર થયેલી લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી મગાવી છે. હંગામી ભરતીની દરખાસ્તને સ્થાયીએ મંજૂરી આપી છે. જુ. ક્લાર્કને 15 હજાર, મલ્ટી પર્પઝ વર્કર સેનેટરીને 11,550 અને એડિ. આસિસ્ટન્ટ એન્જિનિયરને 20 હજાર વેતન અપાશે. તદુપરાંત શૈક્ષણિક લાયકાત, અનુભવના આધારે અને વડોદરાના રહેવાસીને પ્રાધાન્ય આપવાનું નક્કી કરાયું છે.

જુ.ક્લાર્ક સહિતની કાયમી જગ્યા ભરવા જાન્યુઆરી મહિનામાં પરીક્ષા લેવાશે
પાલિકામાં જુનિયર ક્લાર્ક, વોર્ડ ઓફિસર સહિતના અલગ અલગ હોદ્દા માટે 643 ખાલી પડેલી જગ્યાઓ પર સીધી ભરતી કરવાની પ્રક્રિયામાં 1,71,360 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં હવે 1,46,253 ઉમેદવારોની લેખિત પરીક્ષા લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જોકે વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં પાલિકા લેખિત પરીક્ષા યોજશે અને આ પરીક્ષા ગુજરાત ગૌણ પરિષદ દ્વારા લેવામાં આવે તે માટે સરકારને રજુઆત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

Previous Post Next Post