الأحد، 28 أغسطس 2022

શ્રાવણના છેલ્લા શનિવારે મંદિરે હજારોની સંખ્યામાં ભાવિકોનો દર્શન કરવા માટે પધાર્યાં; મહાઆરતીનું આયોજન | Thousands of devotees flock to the temple on the last Saturday of Shravan; Organizing Mahaarti

પંચમહાલ (ગોધરા)27 મિનિટ પહેલા

શ્રાવણ મહિનાનો છેલ્લા શનિવારે આજે મોટી સંખ્યામાં જીલ્લાભરમા આવેલા શિવાલયોમાં ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યુ હતુ.શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાઆરતી નું આયોજન હોવાના કારણે સવારથીજ ભાવિકો મરડેશ્વર મહાદેવના દર્શને ઉમટ્યા હતા. માત્ર પંચમહાલ જ નહીં પણ અન્ય મહિસાગર,દાહોદ,ખેડા સહીતના જીલ્લાઓમાંથી ભાવિકો ઉમટી પડ્યા હતા,મંદિર પરિસરમાં દર્શનાર્થીઓની લાઈનો જોવા મળી હતી,સાથે ભાવિકોએ શિવલીંગ પર દુધ,જળ,બીલીપત્ર સહીત પુષ્પો ચઢાવ્યા હતા.મંદિર પરિસર ઓમ નમઃ શિવાય તેમજ બમ બમ ભોલેના નારા લાગ્યા હતા.નોંધનીય છે કે મરડેશ્વર મહાદેવનું મંદિર પૌરાણિક માનવામાં આવે છે.

શ્રાવણ માસના છેલ્લા શનિવાર અમાસના દિવસે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શહેરા નગરના તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુઓ તથા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને દર્શનનો લાભ લીધો હતો. આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ અને શ્રાવણી અમાસનો અલભ્ય સંયોગ હોવાથી મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શનાર્થી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી 12 વર્ષ પછી શનિવાર અને અમાસનો સંયોગ સર્જાયો હતો.

શ્રાવણમાસના છેલ્લા દિવસે પાલીખંડા ગામે આવેલા મરડેશ્વર મહાદેવના દર્શન કર્યા હતા. પૌરાણિક અને સ્વયંભૂ આઠ ફૂટ ની ઊંચાઈ વાળું શિવલિંગ ધરાવતું મંદિર વર્ષોથી ભાવિકો માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.ત્યારે આજે શનિવાર અને અમાસનો વિશેષ સંગમ હોવાના કારણે સવારથી જ ભાવિકોનો ધસારો જોવા મળ્યો હતો.આ મંદિરનું શિવલિંગ સ્વયંભૂ અને આઠ ફૂટ જેટલુ ઊંચું છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.