યુનિવર્સિટીએ પરીક્ષા લઈ લીધી પણ પરિણામ જાહેર કરવામાં વિલંબ કર્યો | The university conducted the exam but delayed to declare the result

ભુજ2 કલાક પહેલા

  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar

ફાઈલ તસ્વીર

  • આક્રોશ : ગત વર્ષે MBP રિઝલ્ટમાં ATKT ધરાવતા વિદ્યાર્થીઓનો મુદ્દો હજીય વણઉકેલાયેલો
  • છાત્રોને ચાલુ વર્ષે સેમ.2 ના જે પરિણામો બહાર પડશે તેની સાથે જુના પરિણામ આપી દેવાનું કહેવાયું

કચ્છ યુનિવર્સિટીમાં અવારનવાર પરીક્ષા અને પરિણામનો મુદ્દો ચર્ચામાં રહેતો હોય છે ત્યારે હાલમાં માસ પ્રમોશનના રીઝલ્ટમાં કેટી ધરાવતા વિદ્યાથીઓને રિઝલ્ટ ન મળવાનો મુદ્દો સામે આવ્યો છે. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે,ગત વર્ષ જુલાઈ-2021માં કોરોનાના કારણે યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર 2 અને 4 ની પરીક્ષા ન લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને સેમેસ્ટર 1 અને 3 ના રિઝલ્ટના આધારે મેરિટ બેઇઝ પ્રોગેશન માર્કશીટ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.દરમ્યાન જે વિદ્યાર્થીઓ આ પરિણામથી સંતુષ્ટ ન હોય તેઓની ફરીથી પરીક્ષા લેવાની માંગ પણ સ્વીકારવામાં આવી નથી.

હવે જે છાત્રોને સેમેસ્ટર 1 અને 3 માં એટીકેટી હતી તેઓના રિઝલ્ટ અટકી પડયા બાદમાં મે મહિનામાં એટિકેટીની પરીક્ષા લેવાઈ અને છાત્રોએ કેટી સોલ્વ કરી લીધી હોવા છતાં તેઓના સેમેસ્ટર 2 અને 4 મા પરિણામમાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી તેમજ રિઝલ્ટ પણ અપાયું નથી.રિઝલ્ટ ન મળવાથી તેઓ ડીગ્રી ફોર્મ ભરી શક્યા નથી પરિણામે ગ્રેજ્યુએટની પદવીના અભાવે વિદ્યાર્થીઓ સરકારી નોકરી અને ખાનગી જોબમાં એપ્લાય ન કરી શક્યા હોવાનો વસવસો પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.

આ બાબતે જ્યારે જ્યારે વિદ્યાર્થીઓ રજુઆત કરવા ગયા છે ત્યારે યુનિવર્સિટીના સતાધીશો એકબીજા પર જવાબદારી ઢોળી માત્ર ખાતરી જ આપે છે.જેથી તાજેતરમાં ઇ-મેઈલ મારફતે યુજીસી સુધી પણ ફરિયાદ કરવામાં આવી હતી.છેલ્લે યુનિવર્સિટીએ છાત્રોને મૌખિક ખાતરી એવી આપી કે,ચાલુ વર્ષે સેમેસ્ટર 2 ના જે પરિણામો બહાર પડશે તેની સાથે જુના પરિણામ આપી દેવાશે.જેથી વિદ્યાથીઓએ પોતાનું 1 વર્ષ ફેઈલ ગયું હોવાનું દુઃખ પણ ભાસ્કર સમક્ષ રજુ કર્યું છે.

છાત્રોએ એવો પણ આક્ષેપ કર્યો કે,જ્યારે જ્યારે માંગણીઓ મુકવામાં આવે ત્યારે યુજીસીએ પરમિશન આપી નથી તેવું યુનિવર્સિટી કહે છે પણ છોકરાઓએ યુજીસીના સભ્યથી વાત કરી ત્યારે તેમણે યુજીસી દ્વારા આવુ કઇ કહેવામાં ન આવતું હોવાનું જણાવતા ખોટી વાતો તરફ પણ અંગુલીનિર્દેશ કરવામાં આવ્યો છે.

જો આ મહિને રિઝલ્ટ નહિ મળે તો છાત્રો ડીગ્રીથી વંચિત રહે તેવી ભીતિ
સેમેસ્ટર 2 માં MBP થી પાસ થયેલા વિદ્યાથીઓ રિઝલ્ટના વાંકે 2021માં ડીગ્રીથી વંચિત રહી ગયા હતા જો આ મહિને રિઝલ્ટ જાહેર કરવામાં નહિ આવે તો ફરી ભવિષ્ય સાથે ચેડા થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.આજથી યુનિવર્સિટી દ્વારા ડીગ્રી ફોર્મ માટે એપ્લિકેશન સ્વીકારવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે ત્યારે ઝડપથી પરિણામ પહોંચતા કરાય તે જરુરી છે અન્યથા વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

બેન્કિંગની પરીક્ષા ન આપી શક્યા
કેટલાક છાત્રોએ જણાવ્યું કે,ઓક્ટોબર મહિનામાં બેન્કિંગની પરીક્ષા યોજાવાની હતી તે અમેં રીઝલ્ટના અભાવે આપી શક્યા નથી.સ્પર્ધાત્મક પરીક્ષાની પણ 2023 સુધી રાહ જોવી પડશે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post