અભ્યાસ કરવા અમેરિકા જાઉ છું, પરત આવી દેશ માટે કામ કરીશ | I am going to America to study, I will come back and work for the country

ઊના2 કલાક પહેલાલેખક: જયેશ ગોંધીયા

  • કૉપી લિંક
  • ઓફર મળતા જ સ્વિકારી લીધી, પરિવાર અમદાવાદમાં સ્થાયી થયો છે

મુળ ઉનાનાં અંબાળા ગામના વતની દેવશીભાઈ ભીમાભાઈ ડાંગોદરા જીએસએફસીમાં સરકારી અધિકારી તરીકે સેવા આપી તાજેતરમાં જ નિવૃત થયાં છે અને અમદાવાદમાં રહી રાજપૂત સમાજના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યાં છે.દેવશીભાઈનો આખો પરિવાર શિક્ષિત છે.અને પુત્ર અભિષેક પહેલેથી જ ભણવામાં હોશિયાર અને રમત-ગમતક્ષેત્રે કઈક નવું કરી આગળ વધી રહ્યોં છે.

તેમજ ગણિત વિષયમાં રૂસી વધતા સારા માર્કસ સાથે ધો.12 સાયન્સની પરીક્ષા પાસ કરી બાદમાં આઈઆઈટી સક્ષમ ગણાતી ભોપાલની સંસ્થામાં પ્રવેશ મળ્યો બાદમાં સ્કોલરશીપ સાથે આગળ વધી ગણિતના બધાં જ પ્રોજેકટ પર ઇન્ટરશીપ કરી તેમજ કબડ્ડીમાં પણ સારો દેખાવ કર્યો બાદમાં ચોથા વર્ષમાં જર્મનીની પેડ ઇન્ટરશીપ મળી જો કે કોરોના મહામારીના લીધે કેન્સલ થઈ બાદમાં અભીષેકે રિચર્ચ કર્યું અને પીએચડી કરવાનો નિર્ણય લીધો અને પ્રતિનિધિત્વ સિદ્ધાંત વિષય પસંદ કર્યો બાદમાં જગત જમાદાર કહેવાતા અમેરિકાની એક યુ.નિમાં પી.એચ.ડી કરવાની ઓફર મળી અને અભિષેકે એક પણ ક્ષણની રાહ જોયાવિના સ્વીકારી લીધી.આ અંગે અભિષેકે જણાવ્યું હતું કે અમેરિકા જાવ છું ખૂબ અભ્યાસ કરી ભારત પરત આવીશ અને મારે મારા દેશ માટે કંઈક કામ કરવું છે.આમ આ છાત્રના દિલમાં માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ છલકાયો હતો.

યુવાનો બિઝનેસ સાથે જોડાયેલા છે
મારૂ રાજપૂત સમાજના મોટાભાગના યુવાનો વિવિધ ધંધા રોજગાર સાથે જોડાયેલા છે.ઊના, ગીર ગઢડામાં નંદવાણા,ડાગોદરા,કિડેચા, ટાંક, ભીલવાળા,નાંડોળા, ગોહિલ, માળવી, ચાંદોરા, કોટવાળ, ટાંચક જેવી અટક ધરાવતો એક મોટો સમાજ વર્ષોથી ઊના પંથકમાં વસવાટ કરી રહ્યોં છે.મોટાભાગના લોકો ખેતીવાડી અને નાના મોટા ધંધા સાથે જોડાયેલા છે અને સુરત,વાપી,અમદાવાદ,મુંબઈ સહિતના શહેરોમાં સારા બિઝનેશ સાથે જોડાયેલા છે.

આજનું યુવાધન વિદેશમાં અભ્યાસ અર્થે ગયાં પછી આવતું નથી
આજે સમગ્ર દેશમાં યુવા ધન અભ્યાસ અર્થે અને સેંટ થવા વિદેશ ની ધરતી પરજ આંખ માંડી રહ્યું છે અને તેની સંખ્યા નાની નથી કંઈક જાણવાં માટે વિશ્વ નાં કોઈ ખુણે જવું જ જોઈએ જ્ઞાન માટે આંખુય વિશ્વ ને પી લેવું જોઈએ પણ એજ યુવાધન જ્યારે પાછું નથી આવતું અને દેશ ને કામ નાં આવે એ થોડું અધરૂ છે ત્યારે જ અભિષેક ડાગોદરા જેવાં યુવાનની વાત દેશના યુવાનો માટે પ્રેરણામૂર્તિ સમાન છે.

અન્ય સમાચારો પણ છે…
Previous Post Next Post