Friday, August 12, 2022

વિવેકને દારૂ પાઇ ઇન્જેક્શન આપ્યું, સ્લો પોઇઝન આપીને મારી નાખ્યો | Vivek injected with liquor, killed by slow poison

વડોદરા4 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • ડ્રગ્ઝના ઓવરડોઝથી પુત્ર ગુમાવનાર માતા-પિતાનો વલોપાત

ડ્રગ્સના ઓવરડોઝના કારણે ભેદી સંજોગોમાં વિવેક કરણ નામના યુવકનું મોત થતાં તેના પરિવારજનોએ જણાવ્યું છે કે ‘સમા પોલીસ સ્ટેશનથી પાંચ મિનીટ જ દૂર આ ઘટના બની છતાં પોલીસ મુક પ્રેક્ષક બની રહી છે. વિવેકની માતા શૌરી કરણે જણાવ્યું હતું કે ‘ઘટના સ્થળથી પોલીસ સ્ટેશન નજીક છે. સ્થળ પાસેથી સીરીંજનો જથ્થો મળ્યો હતો.

પોલીસ કહે છે કે ‘એ તો ઇન્સ્યુલીનની સીરીંજ જ છે. આટલી બધી ઇન્સ્યુલીન કોઇ લેતું હશે? મરતાં પહેલાં કોઈ વીડીયો બનાવતું હશે? તેની સાથેના માણસોએ વિવેકને જબરજસ્તીથી સીરીંજ લગાવીને મોતને ઘાટ ઉતાર્યો છે. પહેલા દારુ પીવાડાવાયો પછી તેને ઇંજેકશન લગાવાયા છે. તેને સ્લો પોઇઝન આપીને મારી નંખાયો છે. વીડીયો પણ ઇન્ટરવ્યુંની જેમ લેવાયો છે.

વિવેક દારૂ પીતો હતો, પરંતુ તે ડ્રગ્સ લેતો ન હતો: પિતા
વિવેકના પિતાએ જણાવ્યુ હતું કે, તે દારૂ પીતો હતો પણ ડ્રગ્સ લેતો ન હતો. વિવેક સાથે પાર્ટી કરનારે જ તેને પતાવી દીધાની અમને શંકા છે. વિવેકને કોઈ સાથે દુશ્મની હોવાનું ધ્યાનમાં નથી, પોલીસ શું તપાસ કરે છે તે સમજાતું નથી. નોંધનીય છે કે પરી ઉર્ફે કૈલાશ ભંડારી અને બલજીત રાવતના બ્લડ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. પણ નેહાની નસ ન પકડાતાં તેનો બ્લડ ટેસ્ટ લઇ શકાયો ન હતો. કેટલું ડ્રગ્સ, દારૂ લીધો છે તે જાણવા માટે બ્લડ સેમ્પલ એફએસએલ સુરતમાં મોકલી અપાયા છે.

અન્ય સમાચારો પણ છે…

https://images.bhaskarassets.com/web2images/521/2020/11/dvb_1604320831.png

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.