અમદાવાદમાં ડોન તરીકે જાણીતી મહિલા ડ્રગ-ડીલરની ધરપકડ, બિહારની નીતિશ-તેજસ્વી સરકાર વિશ્વાસનો મત જીતી | Woman drug-dealer known as don arrested in Ahmedabad, Bihar's Nitish-Tejashwi government wins vote of confidence

અમદાવાદ31 મિનિટ પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર, તારીખ 25 ઓગસ્ટ, શ્રાવણ વદ તેરસ

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) મધ્ય અને ઉત્તર ગુજરામાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતા.
2) આમ આદમી પાર્ટી દ્વારા આજથી ઉત્તર ગુજરાતમાં રોજગાર ગેરંટી યાત્રા યોજાશે, બેરોજગાર યુવાનોની નોંધણી કરશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

1) અમદાવાદમાં ડોન લતીફના સમયથી દારૂનો ધંધો કરતી અમિનાબાનુ ડ્રગ્સના જથ્થા સાથે પકડાઈ
MD ડ્રગ્સના જથ્થા સાથે સૌથી જૂની મહિલા ડીલર અને તેના સાગરીતની અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. શહેરના કાલુપુર વિસ્તારમાંથી અમિનાબાનું ઉર્ફે ડોન અને સમીર ઉર્ફે બોન્ડ નામના શખસની MD ડ્રગઝના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 33.310 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

વાંચો સમાચાર વિગતવાર
2) રેલવેની નોકરી મેળવવા બિહારના ઉમેદવારે ધગધગતા તવામાં પોતાનો અંગુઠો મૂકી ચામડી કાઢી નાખી, ડમી ઉમેદવારના અંગુઠા પર લગાવી
વડોદરા શહેરના લક્ષ્મીપુરામાં આવેલા અનંતા ટ્રેડર્સ ખાતેના સેન્ટરમાં રેલવે રિક્રુટમેન્ટની ઓનલાઇન પરિક્ષા દરમિયાન બોગસ ઉમેદવાર ઝડપાતા TCSના અધિકારીએ બોગસ ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. લક્ષ્મીપુરા પોલીસે ડમી ઉમેદવાર તેમજ અસલી ઉમેદવારની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. રેલવેની નોકરી મેળવવા માટે અસલી ઉમેદવારે પોતાનો અંગુઠો ધગધગતા તવા ઉપર મૂકી ફોલ્લો થયા બાદ ચામડી કાઢી હતી અને પરિક્ષા આપનાર ડમી ઉમેદવારના અંગુઠા ઉપર લગાવી હતી.

વાંચો સમાચાર વિગતવાર
3) ગેહલોતે કહ્યું, ગુજરાત સરકારમાં જ ગરબડ, રાજસ્થાનનું હેલ્થ મોડલ અહીં લવાશે; ટૂંક સમયમાં પ્રથમ યાદી જાહેર કરાશે
રાજ્યસભાના સાંસદ કે સી વેણુગોપાલ અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ગુજરાત મુલાકાત દરમિયાન પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદ દરમિયાન ગેહલોતે જણાવ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનશે તો રાજસ્થાનની વિખ્યાત મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય યોજનાને ગુજરાતમાં લાગુ કરાશે. કોંગ્રેસ 15 સપ્ટેમ્બર પહેલાં જ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આગામી પાંચ સપ્ટેમ્બરે ગુજરાત આવશે.

વાંચો સમાચાર વિગતવાર
4) અડધું મહેસાણા પાણીમાં ડૂબ્યું, છેલ્લા 24 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો; તમામ રસ્તાઓ પાણી પાણી
મહેસાણામાં મેઘરાજા મન મૂકીને હેત વરસાદી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે. મહેસાણા શહેરમાં છેલ્લા 24 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેને લઈને રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે. રસ્તાઓ ધોવાઈ જતાં વાહનચાલકોને હાલાકી પડી રહી છે.

વાંચો સમાચાર વિગતવાર
5) નીતિશ-તેજસ્વી સરકારે જીત્યો વિશ્વાસનો મત, સરકારને 160 ધારાસભ્યોનું સમર્થન, ભાજપનું વોકઆઉટ
બિહારમાં રાજકીય ખેંચતાણ બાદ બુધવારે વિધાનસભામાં નીતિશ-તેજસ્વી સરકારે બહુમતી પુરવાર કરી. સત્તા પક્ષ વોટિંગની માગ કરી. જેના પર વોટિંગ કરાવવામાં આવ્યું. જેના પર ભાજપે વિરોધ કર્યો. ભાજપે કહ્યું કે બહુમતી પુરવાર થઈ ગઈ છે તો પછી મતદાન કેમ? ભાજપે તેના વિરોધમાં વોકઆઉટ કરી દીધું. જે બાદ પણ વોટિંગની પ્રક્રિયા શરૂ થઈ. સરકારને ઓવૈસીની પાર્ટી AIMIMએ સમર્થન આપ્યું. પક્ષમાં 160 ધારાસભ્યોએ મત આપ્યા.

વાંચો સમાચાર વિગતવાર
6) મા શૃંગાર ગૌરી કેસમાં હવે ઔરંગઝેબની એન્ટ્રી, જ્ઞાનવાપીને શાહી મસ્જિદ આલમગીરી કહી; હિન્દુ પક્ષે કહ્યું- પ્રોપર્ટી વક્ફની છે તો ડીડ બતાવો
વારાણસીના જ્ઞાનવાપીમાં શૃંગાર ગૌરી કેસની સુનાવણી હવે મુઘલ બાદશાહ ઔરંગઝેબની આજુબાજુ કેન્દ્રિત થઈ છે. અંજુમન ઈંતેજામિયા મસાજિદ કમિટીનું કહેવું છે કે વર્ષ 1669માં બાદશાહ ઔરંગઝેબની સત્તા હતી. આ રીતે જોઈએ તો એ સમયે જે પણ સંપત્તિ હતી એ બાદશાહ ઔરંગઝેબની હતી.

વાંચો સમાચાર વિગતવાર
7) બિહારમાં RJD ફાયનાન્સર સહિત 6 નેતાઓ પર CBIના દરોડા, ગુરૂગ્રામમાં તેજસ્વી યાદવના મોલમાં પહોંચી તપાસ ટીમ
CBI અને EDની ટીમે બુધવારે વહેલી સવારથી બિહારમાં ધામા નાખ્યા છે. CBI-EDની ટીમે આજે 42 સ્થળોએ દરોડા પાડ્યા હતા. CBIની ટીમે બિહારમાં જ રાજદના 6 નેતાઓ સહિત 25 જગ્યાએ દરોડા પાડ્યા હતા. આમાં 2 રાજ્યસભાના સાંસદ સિવાય પૂર્વ ધારાસભ્ય અને રાજદના ફાયનાન્સર અબુ દોજાના પણ સામેલ છે. એક ટીમ ગુરૂગ્રામના મોલમાં પહોંચી હતી. આ મોલ તેજસ્વી યાદવનો છે. આ મોલને દોજાનાની કંપની બનાવી રહી છે.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) રાજકોટમાં મેયરના વોર્ડમાં બિસ્માર માર્ગના સમારકામ માટે AAPની ઉગ્ર રજૂઆત, પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી.
2) પૂર્વ BJP નેતાના ભાઈની દાદાગીરી, સુરતના ડિંડોલીમાં કેળાંની લારીવાળા દિવ્યાંગ કિશોરને જાહેરમાં દંડા ફટકાર્યા.
3) અદ્ધરતાલ ઢોર નિયંત્રણ બિલ વચ્ચે સરકાર ઢોર વાડા બનાવી સંતોષ માનશે, હાઈકોર્ટના હુકમ બાદ સરકારનો નિર્ણય.
4) એસ.ટી. બસોમાં રાજ્ય બહારની મુસાફરીમાં છેલ્લા સ્ટેશન સુધી દિવ્યાંગો ફ્રીમાં મુસાફરી કરી શકશે, 151 નવી સુપર એક્સપ્રેસ બસો મૂકાશે.
5) મહારાષ્ટ્ર વિધાનસભામાં ચોમાસુસત્ર દરમિયાન હંગામો, વિપક્ષે ’50 ખાકે એકદમ ઓકે’ના નારા લગાવ્યા.
6) ઓડિશામાં પ્રાઇવેટ સ્કુલમાં 34 વિદ્યાર્થીઓને બંધક બનાવ્યા, 5 કલાક સુધી ભૂખ્યા-તરસ્યા રાખ્યા, વોશરૂમ પણ ના જવા દીધા
7) ઝારખંડમાં EDની તપાસમાં CM સોરેનના નજીકના મનાતા અને ઝારખંડની રાજનીતિના ગેમચેન્જર પ્રેમ પ્રકાશના ઘરની તિજોરીમાંથી AK-47 મળી.

આજનો ઈતિહાસ
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારની કતારમાં સામેલ શેન વોર્ને 25 ઓગસ્ટ, 2001ના દિવસે જ 400 વિકેટનો આંકડો પાર કર્યો હતો.

આજનો સુવિચાર
દાન આપતી વખતે હાથમાં શું હતું એ નહીં, પણ દિલમાં શું હતું એ જોવાનું છે: ફાધર વાલેસ

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું…

અન્ય સમાચારો પણ છે…