આવું તે કંઈ હોતું હશે..? વ્યક્તિએ ડ્રેગન ફ્રુટમાંથી બનાવી ચા, લોકોએ કહ્યું - આ શું બબાલ છે...જૂઓ મજાના 10 વીડિયો | Man makes tea from dragon fruit see how netizens reacts video goes viral

સોશિયલ મીડિયા (Social Media) પર ચાવાલા ભૈયાનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં આ વ્યક્તિ ડ્રેગન ફ્રૂટમાંથી ચા બનાવતો જોવા મળે છે. આ વિચિત્ર રેસિપી જોઈને નેટીઝન્સ ગુસ્સે છે. લોકો કહે છે કે, તેમાં પણ ઝેર નાખી દો.

આવું તે કંઈ હોતું હશે..? વ્યક્તિએ ડ્રેગન ફ્રુટમાંથી બનાવી ચા, લોકોએ કહ્યું - આ શું બબાલ છે...જૂઓ મજાના 10 વીડિયો

man makes tea from dragon fruit

ચાને (Tea) લઈને આજકાલ સોશિયલ મીડિયા પર તમામ પ્રકારના પ્રયોગો જોવા મળી રહ્યા છે. કેટલાક રૂહ અફઝા સાથે ચા બનાવી રહ્યા છે તો કેટલાક કેળા અને ચીકુથી ચા બનાવી લોકોને આપી રહ્યા છે. પરંતુ હવે ચા સાથે જે અત્યાચાર થયો છે તે નેટીઝન્સ સહન કરી શક્યા નથી. લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. ખરેખર, એક ચાવાલા ભાઈએ ડ્રેગન ફ્રૂટમાંથી (Dragon Fruit) ચા બનાવી છે, વીડિયો રેસીપી જોઈને નેટીઝન્સ ગુસ્સે છે. લોકો કહે છે કે ભાઈ હવે એમાં થોડું ઝેર નાખો.

તમે આદુ, ઈલાયચી અને મસાલાવાળી ચાનો ઘણો ઉપયોગ કર્યો હશે, પરંતુ શું તમે ક્યારેય ડ્રેગન ફ્રૂટમાંથી બનેલી ચા પીધી છે? જો તમે પીધી નથી, તો હવે તમે પણ જુઓ કે આ ચા કેવી રીતે બને છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં ચાવાલા ભૈયા કપમાં ગરમા-ગરમ ચા નાખતા જોઈ શકાય છે. આ પછી, ડ્રેગન ફ્રૂટના પલ્પને સ્કૂપ કર્યા પછી, આ વ્યક્તિ તેને ચાના કપમાં મિક્સ કરે છે. પછી તેમાં એક ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને બરાબર મિક્ષ કરીને લોકોને સર્વ કરો. આ વીડિયો બાંગ્લાદેશનો જણાવવામાં આવી રહ્યો છે. પરંતુ ચાની રેસિપી જોયા બાદ લોકોનું દિમાગ ખરાબ થઈ ગયું છે.

અહીં ડ્રેગન ફ્રૂટમાંથી બનેલી ચાનો વીડિયો જુઓ…

અમને ખાતરી છે કે આ વીડિયો જોયા પછી તમે પણ તમારું માથું પકડીને વિક્રેતાને શાપ આપ્યો હશે. દેખીતી રીતે, કોઈ પણ આઈકોનિક ખાદ્ય પદાર્થો સાથે ગડબડ સહન કરશે નહીં. ચાલો હવે 9 અન્ય વીડિયો પર નજર કરીએ જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

જુઓ, એક પક્ષીએ બિલાડીની હવા કરી ટાઈટ

છોકરીનો આ વીડિયો તમને હસાવશે

ઓહ તેરી, વીડિયો જોઈને જીવ અટકી જશે

આ વીડિયો નથી જોયો, તો શું જોયું?

તમે વૃક્ષારોપણની આ ટેકનિક જોઈ છે કે નહીં?

નર દરિયાઈ ઘોડાએ બાળકોને આપ્યો જન્મ

આ મહિલા ખૂબ નસીબદાર છે

તમે આવું પેઈન્ટિંગ નહી જોયું હોય!

આગળના લેવલની ક્રિકેટ

أحدث أقدم