Jammu Kashmir : અમિત શાહની કાશ્મીર મુલાકાત પહેલા ઉધમપુરમાં 8 કલાકમાં બે બસમાં થયા બે બ્લાસ્ટ | Before Amit Shah's visit to Kashmir, two blasts took place in two buses in Udhampur within 8 hours

જમ્મુ અને કાશ્મીરના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ડોમેલ ચોક ખાતે પેટ્રોલ પંપ પાસે ઉભેલી બસમાં ગઈકાલે રાત્રે લગભગ સાડા દસ વાગ્યે વિસ્ફોટ થયો હતો. બરાબર બીજો વિસ્ફોટ આજે સવારે લગભગ 6 વાગ્યે જૂના બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી ખાલી બસમાં થયો હતો.

Jammu Kashmir : અમિત શાહની કાશ્મીર મુલાકાત પહેલા ઉધમપુરમાં 8 કલાકમાં બે બસમાં થયા બે બ્લાસ્ટ

two blasts took place in two buses in Udhampur within 8 hours

Udhampur Bus Blast જમ્મુ-કાશ્મીરના ઉધમપુર જિલ્લામાં બુધવારે રાત્રે પાર્ક કરેલી બસમાં થયેલા વિસ્ફોટમાં (Udhampur Bus Blast) બે લોકો ઘાયલ થયા હતા અને આજે સવારે પણ એક બસમાં વિસ્ફોટ થયો હતો. ઉધમપુર જિલ્લાના ડોમેલ બસ સ્ટેન્ડ પાસે ગઈકાલે રાત્રે બસમાં બ્લાસ્ટ થયો હતો અને આજે સવારે બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી બસની અંદર આ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ સમયે બંને બસમાં કોઈ મુસાફરો નહોતા. સામાન્ય રીતે બસ સ્ટેન્ડમાં ધમધમાટ જોવા મળે છે, પરંતુ વહેલી સવાર હોવાથી બસ સ્ટેન્ડ પર લોકોની ભીડ ઓછી હતી. વિસ્ફોટની તીવ્રતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે જે બસમાં વિસ્ફોટ થયો હતો તે બસ તુટી ગઈ હતી. હાલમાં સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જો કે આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

જમ્મુ અને કાશ્મીરના ઉધમપુર જિલ્લાના ડોમેલ સ્થિત પેટ્રોલ પંપ પર પાર્ક કરેલી બસમાં શંકાસ્પદ વિસ્ફોટ થયો છે, જેમાં બસને નુકસાન થયું છે. એ પણ જાણવા મળ્યું છે કે તે બસની સાથે ઉભેલી અન્ય મીની બસમાં બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર માટે જિલ્લા હોસ્પિટલ ઉધમપુરમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળો સ્થળ પર હાજર છે અને તેઓ એ એંગલથી પણ તપાસકરી રહી છે કે શું તે આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો કે નહી.

શાહની મુલાકાત પહેલા બ્લાસ્ટ

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં 28 સપ્ટેમ્બરની રાત્રે લગભગ 10.30 વાગ્યે અને 29 સપ્ટેમ્બરે સવારે લગભગ 6 વાગ્યે બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટો એવા સમયે થયા છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જમ્મુ-કાશ્મીરની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યાં છે. જો કે અગાઉ શાહ 30 સપ્ટેમ્બરે કાશ્મીર ખીણ પહોંચવાના હતા, પરંતુ તેમની યાત્રામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હવે ગૃહમંત્રી અમિત શાહ 3 ઓક્ટોબરે સાંજે જમ્મુ-કાશ્મીર પહોંચશે. અહીં શાહના પણ ઘણા કાર્યક્રમો છે.

કોઈ જાનહાનિના અહેવાલ નથી

સૂત્રોએ જણાવ્યું હતું કે નિયમિત સેવા પછી ખાલી બસ ડોમેલ ચોક ખાતે પેટ્રોલ પંપ પાસે પાર્ક કરવામાં આવી હતી ત્યારે રાત્રે 10.30 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટનો સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરના એડીજીપી મુકેશ સિંહે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ડોમેલ ચોક ખાતે પેટ્રોલ પંપ પાસે પેટ્રોલ પંપ પાસે ઉભેલી બસમાં ગઈકાલે રાત્રે લગભગ સાડા દસ વાગ્યે વિસ્ફોટ થયો હતો. બરાબર બીજો વિસ્ફોટ આજે સવારે લગભગ 6 વાગ્યે જૂના બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલી બસમાં થયો હતો. જેમાં કોઈ જાનહાની થઈ નથી.

أحدث أقدم