Thursday, September 1, 2022

ઈમરાન ખાનની ધરપકડ પર 12 સપ્ટેમ્બર સુધી રોક લગાવવાનો પાકિસ્તાન કોર્ટનો નિર્ણય | Courts decision to stay imran khans arrest till september pakistan news

વકીલ ફૈઝલ ચૌધરીએ આરોપો અંગે ખુલાસો કર્યો, “તે આતંકવાદનો કોઈ મામલો નથી, જેને ઈમરાન ખાન અને તેના સહયોગીઓએ રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો છે.”

ઈમરાન ખાનની ધરપકડ પર 12 સપ્ટેમ્બર સુધી રોક લગાવવાનો પાકિસ્તાન કોર્ટનો નિર્ણય

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન

Image Credit source: PTI

પાકિસ્તાનની (Pakistan)એક કોર્ટે ઈમરાન ખાનની (imran khan) ધરપકડ પર બે સપ્તાહ માટે રોક લગાવી દીધી છે. ગુરુવારે ઈમરાન ખાન કડક સુરક્ષા વચ્ચે કોર્ટમાં (court) હાજર થયો હતો. તેમના વકીલ ફૈઝલ ચૌધરીએ આરોપો વિશે જણાવ્યું હતું કે, “આ આતંકવાદનો કોઈ મામલો નથી, જેને ઈમરાન ખાન અને તેમના સહયોગીઓએ રાજકીય રીતે પ્રેરિત ગણાવ્યો છે.” તેણે કહ્યું કે 12 સપ્ટેમ્બર સુધી કોર્ટે જામીન મંજૂર કરી દીધા છે. આ પહેલા કોર્ટે તેમની ધરપકડ પર 31 ઓગસ્ટ સુધી રોક લગાવી હતી.

ઈમરાન ખાને ઈસ્લામાબાદમાં તેમની એક રેલીમાં ઈસ્લામાબાદ પોલીસ વડા અને મહિલા ન્યાયાધીશ વિરુદ્ધ કથિત રૂપે ભાષણો કર્યા હતા, જેમાં તેણે કથિત રીતે ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ઈમરાન ખાને પોતાના સંબોધનમાં એક સહકર્મી સામે પોલીસ અત્યાચારની વાત કરી હતી. ઈમરાન પર સેનામાં વિદ્રોહને ઉશ્કેરવા બદલ રાજદ્રોહના આરોપોનો સામનો કરવો પડી રહ્યો છે. ઈમરાન ખાન સરકારના પતન બાદથી રેલીઓનું આયોજન કરી રહ્યા છે અને ચૂંટણીની માંગણી કરી રહ્યા છે.

શાહબાઝ સરકારે ચૂંટણીનો ઇનકાર કર્યો

જોકે, શાહબાઝ સરકાર આ વાતને નકારી રહી છે અને કહી રહી છે કે આવતા વર્ષે ઓક્ટોબર પહેલા ચૂંટણી નહીં થાય. ઈમરાન ખાને અધિકારીઓને ધમકી આપી હોવાના આરોપોને નકારી કાઢ્યા હતા. ઈમરાનનું કહેવું છે કે તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તેણે કથિત રીતે કહ્યું હતું કે તે “પોલીસ વડા અને ન્યાયાધીશને છોડશે નહીં.” ઈમરાનનું કહેવું છે કે તેમના આ નિવેદનનો અર્થ એ છે કે તેઓ તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરશે.

ઈમરાન ખાનનું નિવેદન

ગયા મહિને ઈસ્લામાબાદમાં એક રેલી દરમિયાન, ઈમરાન ખાને રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરાયેલા તેમના સાથીદાર શાહબાઝ ગિલ સાથેના વ્યવહારને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ચૂંટણી પંચ અને રાજકીય વિરોધીઓ સામે કેસ નોંધવાની ધમકી આપી હતી. તેણે કથિત રૂપે એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ ઝેબા ચૌધરીને પણ ધમકી આપી હતી, જેમણે કેપિટલ ટેરિટરી પોલીસની વિનંતી પર, ગિલના બે દિવસના શારીરિક રિમાન્ડ મંજૂર કર્યા હતા, અને કહ્યું હતું કે “તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તો તે તૈયાર રહે.” “

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.