T20 વર્લ્ડકપ માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત, ઘાતક ખેલાડીની થઇ એન્ટ્રી

[og_img]

  • T20 વર્લ્ડકપ અને ભારત પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયન ટીમ જાહેર
  • આક્રમક બેટ્સમેન ટિમ ડેવિડને ટીમમાં સામેલ કરવામાં આવ્યો
  • ડેવિડ વોર્નરને ભારતના પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો

સિંગાપોરમાં જન્મેલા આક્રમક બેટ્સમેન ટિમ ડેવિડને ઓસ્ટ્રેલિયાની T20 વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે વરિષ્ઠ ઓપનર ડેવિડ વોર્નરને ભારતના પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે T20 વર્લ્ડકપ અને ભારત પ્રવાસ માટે 15 સભ્યોની ટીમ પસંદ કરી છે.

આ ઘાતક ખેલાડીને સ્થાન મળ્યું

26 વર્ષીય ડેવિડ લાંબા શોટ ફટકારવા માટે જાણીતો છે, તેણે સિંગાપોર માટે 2019 અને 2020માં 46.5ની એવરેજ સાથે 14 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. જોકે, ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમો અનુસાર, તે ઓસ્ટ્રેલિયા માટે તાત્કાલિક અસરથી રમી શકે છે. ડેવિડે ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં પોતાના માટે એક ખાસ સ્થાન બનાવ્યું છે. તે વિશ્વભરની T20 લીગમાં રમે છે.

ડેવિડનો જન્મ સિંગાપોરમાં થયો હતો

ડેવિડના માતા-પિતા ઓસ્ટ્રેલિયન છે પરંતુ તેનો જન્મ સિંગાપોરમાં થયો હતો. જ્યારે તે બે વર્ષનો હતો ત્યારે તેના માતાપિતા પર્થમાં સ્થાયી થયા હતા. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે આ વર્ષની શરૂઆતમાં ડેવિડને 8.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ઓસ્ટ્રેલિયાની પસંદગી સમિતિના અધ્યક્ષ જ્યોર્જ બેઇલીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ટિમ ડેવિડે વિશ્વભરની લીગમાં સારું પ્રદર્શન કરીને પોતાના માટે એક વિશેષ સ્થાન બનાવ્યું છે અને તેથી જ તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.”

ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ

એરોન ફિન્ચની આગેવાની હેઠળની 15 સભ્યોની ટીમ 20 સપ્ટેમ્બરથી ત્રણ મેચની T20 શ્રેણી રમવા માટે આ મહિનાના અંતમાં ભારતનો પ્રવાસ કરશે. ઓપનિંગ બેટ્સમેન વોર્નરને ભારતના પ્રવાસમાંથી આરામ આપવામાં આવ્યો છે. ભારત પ્રવાસ માટે પસંદ કરાયેલી ટીમમાં તેના સ્થાને કેમરૂન ગ્રીનને રાખવામાં આવ્યો છે. બેઇલીએ કહ્યું, ‘આ લગભગ એ જ ટીમ છે જેણે ગયા વર્ષે પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ટીમ માટે T20 વર્લ્ડકપ જીત્યો હતો. આ ટીમ હવે ઘરની ધરતી પર આ ટુર્નામેન્ટમાં રમવા માટે ઉત્સાહિત છે.’

મ:

એરોન ફિન્ચ (કેપ્ટન), પેટ કમિન્સ (વાઈસ-કેપ્ટન), એશ્ટન અગર, ટિમ ડેવિડ, જોશ હેઝલવુડ, જોશ ઈંગ્લિશ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, કેન રિચર્ડસન, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા.

Previous Post Next Post