ડેમની જળ સપાટીમાં 13 સેમીનો વધારો; જળ સપાટી સિઝનમાં પ્રથમ વખત 137 મીટર પાર કરીને 137.13 મીટર થઈ | 13 cm rise in dam water level; The water level crossed 137 meters for the first time in the season to 137.13 meters

નર્મદા (રાજપીપળા)એક કલાક પહેલા

  • કૉપી લિંક

સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાં આ વખતે ખૂબ સારો વરસાદ પડ્યો હતો. જેના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલીને સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હવે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક થઇ રહી છે. ત્યારે ડેમની જળ સપાટી સિઝનમાં પ્રથમ વખત 137 મીટર પાર કરીને 137.13 મીટર થઈ ગઈ છે. સપાટીમાં એક દિવસમાં 13 સેમીનો વધારો નોંધાયો છે.

જળ સપાટી સિઝનમાં પ્રથમ વખત 137 મીટર પાર કરીને 137.13 મીટર થઈ
આજે સરદાર સરોવર નર્મદા ડેમ પર પાણીની આવક 66 હજાર 204 ક્યુસેક થઈ રહી છે અને 2 ગેટને 0.3 મીટર દરવાજા ખોલીને 5000 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેમજ 1200 મેગાવોટનું રીવરબેડ પાવર હાઉસ સતત 24 કલાક ચાલે છે. જેમાંથી રોજનું વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે. જે 42 હજાર 978 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી રહ્યું છે. મુખ્ય કેનાલમાંથી 16 હજાર 900 ક્યુસેક પાણી છોડાયું છે. એટલે કુલ 65 હજાર 789 હજાર ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. એટલે કે આવક અને જાવકનું પ્રમાણ સરખું જ જોવા મળી રહ્યું છે.

નર્મદા ડેમ પર પાણીની આવક 66 હજાર 204 ક્યુસેક થઈ
અત્રે ઉલ્લેખનીય છે કે બે વર્ષે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 137 મીટર પાર કરી જતાં નર્મદા ડેમમાં પાણીનો સ્ટોરેજ જથ્થો 5452 મિલિયન ક્યુબિક મીટર થઈ ગયો છે. એટલે 97 ટકા જેટલો ભરાઈ ગયો છે. ત્યારે હવે માત્ર 1.50 મીટર જ ડેમની મહત્તમ સપાટીથી દૂર છે. જે આગામી 10 દિવસમાં.પહોંચી જશે.એવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે…