કારમાં પાછળ બેઠેલા લોકોએ પણ બેલ્ટ બાંધવો પડશે, ગડકરીએ કહ્યું- ટૂંક સમયમાં દંડ થશે | fines will be charged if no seatbelt in rear seat said nitin gadkari

નીતિન ગડકરીએ કહ્યું કે, પાછળની સીટ પર સીટ બેલ્ટ લગાવવો પહેલાથી જ ફરજિયાત છે પરંતુ લોકો તેનું પાલન નથી કરી રહ્યા.

કારમાં પાછળ બેઠેલા લોકોએ પણ બેલ્ટ બાંધવો પડશે, ગડકરીએ કહ્યું- ટૂંક સમયમાં દંડ થશે

કારમાં પાછળ બેઠેલા લોકોએ પણ બેલ્ટ પહેરવો પડશે

Image Credit source: Twitter

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari)જાહેરાત કરી છે કે હવે કારમાં (car) પાછળ બેઠેલા લોકોને પણ સીટ બેલ્ટ (seat belt) ન પહેરવા બદલ ટૂંક સમયમાં દંડ ફટકારવામાં આવશે. સાયરસ મિસ્ત્રીના નિધનના બે દિવસ બાદ તેમણે આ જાહેરાત કરી હતી. મિસ્ત્રી અને તેમના મિત્ર જહાંગીર પંડોલે રવિવારે બપોરે મહારાષ્ટ્રના પાલઘરમાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતમાં અન્ય બે લોકો પણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તમામ લોકો મર્સિડીઝની SUV મોડલ GLC 220dમાં હતા. મળતી માહિતી મુજબ મિસ્ત્રીએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો.

નીતિન ગડકરીએ કહ્યું કે, પાછળની સીટ પર સીટ બેલ્ટ લગાવવો પહેલાથી જ ફરજિયાત છે પરંતુ લોકો તેનું પાલન નથી કરી રહ્યા. જો પાછળની સીટ પર બેઠેલા લોકો આગળની સીટ પરના લોકો જેવા બેલ્ટ ન પહેરે તો સાયરન વાગશે. અને જો તેઓ બેલ્ટ નહીં પહેરે તો દંડ થશે.

હકીકતમાં, સાયરસ મિસ્ત્રીના મૃત્યુમાં પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે પાછળની સીટ પર બેઠેલા સાયરસ મિસ્ત્રીએ સીટ બેલ્ટ બાંધ્યો ન હતો. આ સિવાય ઓવરસ્પીડિંગ અને રોંગ સાઇડથી ઓવરટેક પણ અકસ્માતનું કારણ છે.

આવી સ્થિતિમાં હવે આ અકસ્માતમાંથી બોધપાઠ લેતા મોદી સરકારે નિર્ણય લીધો છે કે ડ્રાઇવિંગ સીટ અને આગળની સીટ પર બેઠેલા લોકોની જેમ પાછળ બેઠેલા લોકોએ પણ ફરજિયાતપણે સીટ બેલ્ટ બાંધવો પડશે. આ માટે કારમાં એલાર્મ પણ લગાવવામાં આવશે.

આ સમાચાર અપડેટ થઇ રહ્યા છે..

Previous Post Next Post