એશિયા કપ: અફઘાનિસ્તાન સામે પાકિસ્તાનને જીતવા 130 રનનો ટાર્ગેટ

[og_img]

  • ઈબ્રાહીમ ઝદરાને સૌથી વધુ 35 રન બનાવ્યા
  • હરિસ રૌફે સૌથી વધુ બે વિકેટ ઝડપી
  • હસનૈન, નવાઝ, શાદાબ, નસીમની એક-એક વિકેટ

એશિયા કપ 2022ના સુપર-4 મુકાબલામાં આજે પાકિસ્તાન સામે અફઘાનિસ્તાને પહેલા બેટિંગ કરતા 129 રન બનાવ્યા હતા અને પાકિસ્તાનને જીતવા 130 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ટોસ જીતી બોલિંગનો નિર્ણય

એશિયા કપ 2022ના સુપર-4 રાઉન્ડમાં આજે પાકિસ્તાનનો સામનો અફઘાનિસ્તાન સામે થશે. આજની મેચમાં પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને અફઘાનિસ્તાનને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

પાકિસ્તાનઃ

મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (કેપ્ટન), ફખર ઝમાન, ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, શાદાબ ખાન, હરિસ રૌફ, મોહમ્મદ હસનૈન, નસીમ શાહ

અફઘાનિસ્તાન:
હઝરતુલ્લા ઝાઝાઈ, રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહીમ ઝદરાન, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી (કેપ્ટન), કરીમ જનાત, રશીદ ખાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, મુજીબ ઉર રહેમાન, ફરીદ અહમદ મલિક, ફઝલહક ફારૂકી

أحدث أقدم