Ahmedabad : રોગચાળો વધતા કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ એક્શનમાં, 10 એકર મોલની વહીવટી ઓફિસ અને બેઝમેન્ટ સીલ કરાયું | Ahmedabad corporation health department amid Pandemic outbreak

અમદાવાદ(Ahmedabad) શહેરમાં મેલેરીયા વિભાગના તમામ સ્ટાફ દ્વારા શહેરમાં આવેલ તમામ કોમર્શિયલ એકમોના પ્રિમાઈસીસ ચેકીંગની સઘન ઝુંબેશ કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે.

Ahmedabad : રોગચાળો વધતા કોર્પોરેશનની હેલ્થ વિભાગની ટીમ એક્શનમાં, 10 એકર મોલની વહીવટી ઓફિસ અને બેઝમેન્ટ સીલ કરાયું

Ahmedabad 10 Acre Mall

Image Credit source: File Image

અમદાવાદ(Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ(Health)મેલેરીયા વિભાગ(Malaria)દ્વારા ચાલુ ચોમાસાની ઋતુ દરમ્યાન મચ્છરજન્ય રોગોના અટકાયતી પગલાંની તમામ કામગીરી વધુ ધનિષ્ઠ બનાવવામાં આવેલ છે, જેના ભાગરૂપે શહેરમાં આવેલ વિવિધ એકમો, સંસ્થાઓની સપન ઝુંબેશરૂપે મચ્છરના બિડીંગ અંગેની ચેકીંગ કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે મેલેરીયા વિભાગના તમામ સ્ટાફ દ્વારા શહેરમાં આવેલ તમામ કોમર્શિયલ એકમોના પ્રિમાઈસીસ ચેકીંગની સઘન ઝુંબેશ કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાન તા.07/09/ 2022 ના રોજ દરેક ઝોનની મેલેરીયા વિભાગની ટીમો દ્વારા શહેરમાં આવેલ તમામ કામિશયલ એકમોના પ્રિમાઇસીસ ચેકીંગની કામગીરી હાથ ધરવામાં આવેલ, સદર ચેકીંગ દરમ્યાન કુલ 573 કોમર્શિયલ એકમોના ચેક કરી, 254 નોટીસ બજાવવામાં આવેલ છે. તેમજ કુલ રૂા.3,39,50 નો વહીવટી ચાર્જ વસુલ કર્યા સાથે કુલ-01 એકમો સીલ કરેલ છે.

જંતુનાશક દવાના છંટકાવની કામગીરી,મચ્છરના પોરા ચેકીંગની કામગીરી હાથ ધરાઇ

જો કોઇ એકમ મુશ્કરનો ઉપદ્રવ અટકાવવા માટે ફોગીંગ,જંતુનાશક દવાના છંટકાવની કામગીરી,મચ્છરના પોરા ચેકીંગ અને નાશ કરવાની કામગીરી માટે આ પ્રકારની કામગીરી કરતી એજન્સી પાસેથી કામ કરાવી શકે છે. શહેરની જાહેર જનતાને જણાવવાનું કે આપના રહેણાંક કે ધંધાકીય વિસ્તારમાં વરસાદી અન્ય રીતે પાણી ભરાઇ રહેતુ હોય તેવા પાત્રોને અઠવાડીયામાં એક વખત ખાલી કરી ડ્રાય કરવા, શક્ય હોય તો તેવા પાત્રોનો નાશ કરશો. જે માટેની જરૂરી માહીતી તથા અવેરનેશ કાર્યક્રમ કરાવવા માંગતાં હોય તો મ્યુનિસીપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના અધિકારીનો સંપર્ક કરશો.

أحدث أقدم