[og_img]
- ઝિમ્બાબ્વે સામે મિચેલ સ્ટાર્કે વિશ્વવિક્રમ બનાવ્યો
- મિચેલ સ્ટાર્કે ODIમાં પોતાની 200 વિકેટ પૂર્ણ કરી
- ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછી મેચમાં 200 વિકેટ પૂર્ણ કરી
ઝિમ્બાબ્વેએ ત્રીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે હરાવીને એક સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ટીમ ઓસ્ટ્રેલિયા આ મેચને ભૂલી જવા માંગશે પરંતુ તેનો ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ખાસ કારણોસર આ મેચને યાદ રાખશે.
સ્ટાર્કે વિશ્વવિક્રમ બનાવ્યો
આ મેચમા સ્ટાર્કે એક વિશ્વવિક્રમ બનાવ્યો છે. તેણે ઝિમ્બાબ્વેની ઈનિંગમાં 37મી ઓવરમાં રિયાન બર્લને આઉટ કર્યો ત્યારે તેણે પોતાની 200 વિકેટ પૂર્ણ કરી હતી. વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઓછી મેચમાં સ્ટાર્કે 200 વિકેટ પૂર્ણ કરીને આ વિશ્વવિક્રમ પોતાના નામે કર્યો છે. આ સાથે તેણે પાકિસ્તાનના બોલર સકલીન મુશ્તાક અને ઓસ્ટ્રેલિયાના બોલર બ્રેટ લીને પાછળ રાખી દીધા છે. સ્ટાર્કે 200 વિકેટ 102 મેચમાં પૂરી કરી દીધી છે.