રાહુલ ગાંધીની જીભ લપસી, કહ્યું યુપીએ સરકારમાં લોટ 22 રૂપિયે લિટર હતો, અત્યારે 40 રૂપિયે લીટર | Rahul gandhi talks about price rise says atta in litre

રાહુલ ગાંધી ભાષણ આપતા સમયે ભૂલથી કિલોગ્રામને લિટર કહી ગયા હતા. તેમણે મોંઘવારીના આંકડા રજૂ કર્યા જેમાં તેમની જીભ લપસી ગઈ અને તેમણે કહ્યું કે યુપીએ સરકાર વખતે લોટ 22 રૂપિયા પ્રતિ લિટર હતો, જ્યારે હવે તે 40 રૂપિયા પ્રતિ લિટર છે. જો કે, રાહુલે આ પછી તરત જ પોતાની વાત સુધારી અને KG (કિલોગ્રામ) કહ્યું.

રાહુલ ગાંધીની જીભ લપસી, કહ્યું યુપીએ સરકારમાં લોટ 22 રૂપિયે લિટર હતો, અત્યારે 40 રૂપિયે લીટર

Image Credit source: TV9 GFX

રાહુલ ગાંધીએ (Rahul Gandhi) દિલ્હીના (Delhi) રામલીલા મેદાનમાં મોંઘવારી અને બેરોજગારી સામે હલ્લા બોલનું આયોજન કર્યું હતું. આ દરમિયાન તેમણે બેરોજગારી અને મોંઘવારી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને તેમની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. હવે રાહુલ ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ શેયર થઈ રહ્યો છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે રાહુલ ગાંધી ભાષણ આપતા સમયે ભૂલથી કિલોગ્રામને લિટર કહી ગયા હતા. તેમણે મોંઘવારીના આંકડા રજૂ કર્યા જેમાં તેમની જીભ લપસી ગઈ અને તેમણે કહ્યું કે યુપીએ સરકાર વખતે લોટ 22 રૂપિયા પ્રતિ લિટર હતો, જ્યારે હવે તે 40 રૂપિયા પ્રતિ લિટર છે. જો કે, રાહુલે આ પછી તરત જ પોતાની વાત સુધારી અને KG (કિલોગ્રામ) કહ્યું.

વીડિયોમાં રાહુલ ગાંધી કહેતા જોવા મળી રહ્યા છે, ‘મોંઘવારી, મારી પાસે આંકડા છે, 2014માં LPG સિલિન્ડર 410 રૂપિયા હતો. આજે 1050 રૂપિયા છે. પેટ્રોલ 70 રૂપિયા પ્રતિ લીટર આજે લગભગ 100 રૂપિયા પ્રતિ લીટર, ડીઝલ 55 રૂપિયા લીટર આજે 90 રૂ. સરસવનું તેલ આજે રૂ. 90 લીટર, દૂધ રૂ. 35 લીટર આજે રૂ. 60 લીટર.

આ પછી રાહુલે યુપીએ સરકારના લોટના ભાવ અને મોદી સરકારના વર્તમાન ભાવો વિશે જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે, ‘લોટ 22 રૂપિયા પ્રતિ લીટર હતો, આજે 40 રૂપિયા પ્રતિ લીટર… KG.’ રાહુલ ગાંધીએ તરત જ પોતાની ભૂલ સુધારી હતી.