પાલનપુરમાં પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને 26 શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરાયા | 26 best teachers were awarded under the chairmanship of In-charge Minister Gajendrasinh Parmar in Palanpur.

બનાસકાંઠા (પાલનપુર)32 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર શિક્ષકો અને શિક્ષણના હિત માટે હંમેશા કટિબદ્ધ: ગજેન્દ્રસિંહ પરમાર

બનાસકાંઠા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ઉપક્રમે 5મી સપ્ટેમ્બર, શિક્ષક દિન નિમિત્તે પાલનપુર ખાતે કાનુભાઈ મહેતા હોલમાં અન્ન નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા બાબતોના રાજય મંત્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના અધ્યક્ષસ્થાને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ યોજાયો હતો. જેમાં જિલ્લા કક્ષાના 3 શિક્ષકો, તાલુકા કક્ષાના 23 શિક્ષકો મળી 26 શિક્ષકોને મંત્રીના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લાના 2 શ્રેષ્ઠ શિક્ષકોને અમદાવાદ ખાતે રાજયકક્ષાના પારિતોષિકથી પણ આજના દિને સન્માનિત કરવામાં આવ્યા છે.

સરકાર શિક્ષકોના હિત માટે હંમેશા કટિબદ્ધ
આ પ્રસંગે પ્રભારી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે, શિક્ષકો વિદ્યાર્થીના ભાગ્યનિર્માતા છે. વિદ્યાર્થીઓની ગ્રહણ શક્તિ ભલે ઓછી હોય પણ શિક્ષકના જ્ઞાન અને કર્મ થકી તે વિદ્યાર્થીની ઉચ્ચ કારકિર્દી ઘડતરનો નિર્માતા બને છે. આ પ્રસંગે મંત્રીશ્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ અને શ્રેષ્ઠ શિક્ષક કે જેમની યાદમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે એવા મહાન તત્વચિંતક પૂર્વ રાષ્ટ્ર પતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન કવનને વર્ણવી શિક્ષકોને જ્ઞાનથી વધુ પવિત્ર કશું નથી એ સમજણને જ જીવનમંત્ર બનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે રાજ્ય સરકાર દ્વારા અમલી બનાવાયેલી નવી શિક્ષણનીતિ, કન્યા કેળવણી, ગુણોત્સવ, શાળા પ્રવેશોત્સવ સહિતની સરકારની કલ્યાણકારી યોજનાઓ અને શિક્ષણ જગતમાં આવેલ આમૂલ પરિવર્તન અંગે માહિતી આપી રાજ્ય સરકાર શિક્ષકો અને શિક્ષણના હિત માટે હંમેશા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે…
أحدث أقدم