Ahmedabad: વિધર્મી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ યુવકનું ગળું કાપીને કરાઈ હત્યા, યુવક પર ધર્મ પરિવર્તનને લઈને દબાણ થતું હોવાના પરિવારનો ગંભીર આક્ષેપ | Ahmedabad A young man's throat was cut to death after marrying a non religious girl

વિધર્મી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ યુવકનું ગળું કાપીને હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. યુવક પર ધર્મ પરિવર્તનને લઈને દબાણ થતું હોવાના પરિવારે ગંભીર આક્ષેપ કર્યા છે.

Ahmedabad: વિધર્મી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ યુવકનું ગળું કાપીને કરાઈ હત્યા, યુવક પર ધર્મ પરિવર્તનને લઈને દબાણ થતું હોવાના પરિવારનો ગંભીર આક્ષેપ

પ્રતિકાત્મક તસવીર

Image Credit source: સાંકેતિક તસવીર

Ahmedabad: વિધર્મી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા બાદ યુવકનું ગળું કાપીને હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. યુવક પર ધર્મ પરિવર્તનને લઈને દબાણ થતું હોવાના પરિવારના ગંભીર આક્ષેપ કર્યા છે. પોલીસે આ હત્યાના વિવાદ વચ્ચે શકાસ્પદ લોકોની પૂછરછ શરૂ કરી હતી. યુવકની હત્યા પાછળ શું હતા વિવાદના આક્ષેપ જોઈએ આ અહેવાલમાં.

રિવફ્રન્ટ પર એક યુવકનો નદીમાં તરતો મૃતદેહ મળી આવતા ફાયર વિભાગની અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે યુવકનું ગળું કાપીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ યુવકને લઈ પોલીસે તપાસ કરતા માધુપુરાના ધોબિધાટમાં રહેતા 30 વર્ષીય હિતેષ રાઠોડ નામના યુવકની લાશ હોવાનું ખુલ્યું. આ યુવકે માર્ચ 2022મા અફિરનબાનુ નામની વિધર્મી યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. આ હત્યા પાછળ પ્રેમલગ્ન અને ધર્મ પરિવર્તન હોવાના આક્ષેપ મૃતક હિતેષના પરિવારે કર્યા હતા. કારણકે લગ્ન પછી હિતેષને ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ થતું હતું પરંતુ હિતેષ ધર્મ પરીર્તન કરવાનો ઇન્કાર કર્યો હતો. જેથી કટ્ટરવાદી માનસિકતા ધરાવતા લોકોએ હત્યા કરી હોવાનો આરોપ પરિવારે લગાવ્યો હતો.

હિતેષ અને અફરીન બાનુ છેલ્લા 10 વર્ષથી પ્રેમ સબંધમાં હતા. હિતેષ ગેરેજમાં નોકરી કરતો હતો આ દરમિયાન અફરીનબાનુ પરિચયમાં આવ્યો હતો. બન્ને માર્ચ મહિનામાં કોર્ટમાં મેરેજ કર્યા હતા. અને છ મહિના પછી ઘરેથી ભાગી ગયા હતા. યુવક-યુવતીના પરિવારની સમજૂતી બાદ બન્ને જાણ ઘરે પરત ફર્યા હતા અને સાબરમતી ડી કેબિનમાં ભાડે રહેતા હતા. રવિવારના બપોરે હિતેષ પત્નીને ખરીદી કરવા માટે માધુપુરા સાળીના ઘરે મૂકીને નોકરી ગયો હતો. અને ત્યાર બાદ રહસ્યમય રીતે હિતેષ ગુમ થઈ ગયો અને તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.

જે બાદ હિતેષની શોધખોળ કરતા દધીચિ બ્રિજ પાસેથી બિનવારસી હાલતમાં બાઈક મળી હતી.અને સવારે નદીમાં હિતેષનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળ્યો. આ હત્યા પાછળ મૃતકની પત્નીએ તેના પરિવારજનો જવાબદાર નહિ હોવાનો બચાવ કર્યો હતો ત્યારે બીજી બાજુ હિતેષના પરિવારજનો ગંભીર આક્ષેપ કર્યા છે. જેથી પોલીસે આ હત્યાના વિવાદ વચ્ચે બન્ને પરિવારજનો પૂછરછમાં તપાસ શરૂ કરી છે.

હત્યા કેસમાં ધર્મ પરિવર્તન આરોપ લઈને પોલીસે શંકાસ્પદ મૌલાના પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આ હત્યા પાછલ પ્રેમલગ્ન જવાબદાર છે કે કોઈ અગત અદાવત છે જેને લઈને પોલીસ અને ક્રાઇમ અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે.

أحدث أقدم