الخميس، 1 سبتمبر 2022

ધ્રોલના લતીપુર ગામે 2.66 કરોડના ખર્ચે બનનારા રોડનું કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ખાતમુહુર્ત કરાયું | Agriculture Minister Raghavji Patel inaugurated the road constructed at a cost of 2.66 crores at Latipur village in Dhrol.

જામનગર10 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • આ રોડ મેલડીમાતાના મંદિરથી સ્ટેટ હાઇવે સુધી 2 કી.મી લંબાઈનો બનશે

રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લતીપુર ગામ ખાતે મેલડીમાતાના મંદિરના રસ્તાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. 2.66 કરોડના ખર્ચે બનનાર આ રોડ મેલડીમાતાના મંદિરથી સ્ટેટ હાઇવે સુધીના 02 કી.મી લંબાઈનો બનશે. જેના થકી ગ્રામજનો અને ગામની મુલાકાત લેતા મહેમાનોની મુશ્કેલીમાં ઘટાડો થશે.

ગ્રામજનોના વિકાસમાં આવતી મુશ્કેલી અને અગવડો દૂર થશે
રોડનું ખાતમુહૂર્ત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તાર ત્યાંના લોકો અને તેમાં પણ ખેડૂતો અને ખેતીના વિકાસ માટે સરકાર હંમેશા પ્રગતિશીલ રહે છે. રાજ્ય સરકાર લોકોના વિકાસ માટે જુદી જુદી યોજનાઓ અમલમાં મૂકતી રહે છે. સરકારની આવી વિવિધ યોજના થકી લોકોનો આર્થિક,શારીરિક અને સામાજિક એમ સર્વાંગી વિકાસ થાય છે. મેલડીમાતાના મંદિરથી સ્ટેટ હાઇવેને જોડતો આ રોડ નિર્માણ પામતા ગામના લોકોની સગવડમાં ચોક્કસ પણે વધારો કરશે. આ રોડ લતીપુર ગામને શહેરની વધારે નજીક આવવામાં મદદરૂપ બનશે.જેના કારણે ગામના વિકાસને વેગ મળશે અને ગ્રામજનોના વિકાસમાં આવતી મુશ્કેલી અને અગવડો દૂર થશે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.