એશિયા કપના સુપર 4 રાઉન્ડમાં ભારતનો વધુ એક વખત પરાજય થયો છે. શ્રીલંકાએ આ મેચ 6 વિકેટે જીતી લીધી હતી અને હવે ભારત ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ ગયું છે.
રોહિત શર્મા
Image Credit source: PTI
ASIA CUP 2022 : એશિયા કપ 2022 (ASIA CUP) જીતની સૌથી મોટું દાવેદાર કોણ છે ? તમામનો એક જ જવાબ છે ભારત અને હવે આ જ દાવેદાર ફાઈનલની રેસમાંથી લગભગ બહાર છે. સુપર-4 રાઉન્ડના મુકાબલામાં ટીમ ઈન્ડિયાને હાર મળી છે. પહેલા પાકિસ્તાન સામે મેચ હાર્યું અને હવે શ્રીલંકા સામે પણ મેચ હારી ગયું છે. એશિયા કપમાં ભારતીય ટીમના ખરાબ પ્રદર્શનના કારણે છે અને એક ટીમ મેનેજમેન્ટ અને રોહિત શર્મા (Rohit Sharma) પણ છે. કેપ્ટન કોઈ પણ ટીમનો જીવ હોય છે અને તેના નિર્ણયોથી જ જીત અને હાર વચ્ચેનો તફાવત આવે છે. બસ રોહિત શર્માના કેટલાક નિર્ણયો એવા હતા જે ટીમ ઈન્ડિયાના પક્ષમાં નહોતા ગયા.
રોહિત શર્માના 4 નિર્ણય ભારતીય ટીમને ભારે પડ્યા
- રોહિત શર્માએ એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પ્લેઇંગ ઇલેવનની યોગ્ય પસંદગી કરી નથી. ટીમે બંન્ને મેચમાં 4 બેટ્સમેનની સાથે ઉતરી અને 5મો બોલર હાર્દિક પંડ્યા રહ્યો હતો. આ વાત સૌ કોઈ જાણે છે કે, કિક્રેટના દરેક ફોર્મેટમાં જીત બોલરોના દમ પર જ મળે છે અને રોહિત શર્માએ માત્ર 4 બોલરની રણનીતિ ટીમ પર ભારે પડી. દિનેશ કાર્તિક જે સારા ફોર્મમાં છતાં પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવી શક્યો નહિ. તો ઋષભ પંત પર ખુબ આત્મવિશ્વાસ હતો.
- ખેલાડીઓનું સાચું મેનેજમેન્ટ નથી. રોહિત શર્મા સુપર-4 રાઉન્ડમાં ખેલાડીને યોગ્ય મેનેજ ન કરી શક્યો.દિપક હુડ્ડા સ્પેશલિસ્ટ બેટ્સમેનની ટીમમાં રાખવામાં આવ્યો હતો અને તેની પાસે બોલિંગ અંતમાં કરાવવામાં આવી હતી. તેમજ તેની બોલિંગનો યોગ્ય ઉપયોગ ન કરાયો. જ્યારે બંન્ને મેચમાં રોહિતની પાસે દિપક હુડ્ડાને અટૈક પર ઉતારવાની તક હતી.
- બોલરોનો યોગ્ય ઉપયોગ કર્યો નહિ. રોહિત શર્મા બોલરોનો યોગ્ય ઉપયોગ કરવા માટે જાણીતો છે પરંતુ સુપર-4 રાઉન્ડમાં તેણે મોટી ભુલ કરી. શ્રીલંકા વિરુદ્ધ સ્વિંગ મળ્યા બાદ અર્શદીપ સિંહને માત્ર એક ઓવર બાદ અટેક પરથી દુર કર્યો, રોહિત શર્માએ પણ છેલ્લી ઓવરમાં ભૂલ કરી હતી. શ્રેષ્ઠ યોર્કર ફેંકવામાં માહેર અર્શદીપ સિંહને 19મી ઓવરને બદલે 20મી ઓવર આપવામાં આવી હતી. ભુવનેશ્વર કુમાર 19મી ઓવરમાં નખાવી હતી અને તે બંને તકમાં નિષ્ફળ ગયો હતો.
- આક્રમક રણનીતિ ભારે પડી. રોહિત શર્માએ ટી20 ક્રિકેટમાં આક્રમકતાની રણનીતિ બનાવી હતી. જેમાં ભારતીય બેટ્સમેન પોતાની વિકેટ ગુમાવી દે છે જેના કારણે ટીમ પર દબાવ આવે છે. કાંઈક આવું જ શ્રીલંકા વિરુદ્ધ થયું.