એશિયા કપ: સાંજે 7:30થી ભારત-પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો

[og_img]

  • એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં કટ્ટર હરીફ ટીમોની ટક્કર
  • હાર્દિક પંડ્યા-સુર્યકુમાર યાદવના પ્રદર્શન પર બધાની નજર
  • કોહલી-રોહિત-રાહુલે સારું પ્રદર્શન કરવું પડશે

આજે સુપર સન્ડેમાં ભારતનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ફરી એકવાર થશે. ભારતે જો દુબઇમાં રવિવારે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાન સામે એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સુપર ચારમાં પાછલી મેચની જેમ વિજય હાંસલ કરવો હશે તો તેના ટોચના ક્રમના બેટ્સમેનોએ સારો દેખાવ કરવો જ પડશે. સાથે ફાસ્ટ બોલર્સે પણ પોતાની જવાબદારી સારી રીતે નિભાવવી પડશે. ભારતના ટોચના ક્રમના બેટ્સમેનોની પારવ પ્લેના પ્રદર્શનની સમસ્યા છે તો સાથે અનુભવવિહીન આવેશ ખાનની ડેથ ઓવર્સની બોલિંગ પણ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે.

હાર્દિક પંડયાના દેખાવ પર સૌની નજર

પાછલા રવિવારે ભારતની જીતનો હીરો હાર્દિક પંડયા હતો. તેના ઓલરાઉન્ડ પ્રદર્શનના કારણે ભારત જીતી શક્યું હતું. બીજી મેચમાં હોંગકોંગ સામે હાર્દિકને આરામ આપવામાં આવ્યો હતો અને હવે ફરી એકવાર પસ્કીસ્તાન સામે હાર્દિક હુકમનો એક્કો સાબિત થઇ શકે છે. આજની મેચમાં દરેક ખેલાડીઓએ હાર્દિક જેવું શાનદાર પ્રદર્શન કરવું પડશે. પાવરપ્લેમાં ભારતીય ખેલાડીઓ રક્ષમાત્મક રમત રમે છે તે ચિંતાનો વિષય છે. પાકિસ્તાન સામેની છેલ્લી મેચમાં કોહલી કે રોહિત શર્મા કોઈપણ સહજ થઈને રમી શક્યા ન હતાં.

હોંગકોંગ સામે ટોચના ખેલાડીઓની ધીમી બેટિંગ

હોંગકોંગ જેવી નબળી ટીમ સામે પણ ભારતના ટોચના ખેલાડીઓએ ધીમી બેટિંગ કરી હતી. સૂર્યકુમાર યાદવના કારણે ભારત મોટો સ્કોર કરી શકી હતી. ભારતની ધીમી બેટિંગનો અંદાજ એના પરતી આવી શકે કે રોહિતે 39 બોલમાં 36 રન બનાવ્યા જે તેની અત્યાર સુધીની સૌથી ધીમી ઇનિંગ છે. આ સંજોગોમાં સવાલ ઊઠે છે કે શું ભારતે પોતાના ટોચના ક્રમમાં આક્રમકતા જોડવા માટે તેમા બદલાવ કરવો જોઈએ ખરો?

રવિન્દ્ર જાડેજા એશિયાકપમાંથી બહાર

ભારતનો ઉપયોગી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઘૂંટણની ઇજાના કારણે એશિયાકપમાંથી બહાર થઇ ગયો છે, તેની જગ્યાએ ભારતે ઓલરાઉન્ડર અક્ષર પટેલને ટીમમાં સામેલ કર્યો છે. જાડેજા સારા ફોર્મમાં હતો અને પાકિસ્તાન સામે પહેલા મુકાબલામાં પણ તેણે સારું પ્રદર્શન કર્યું હતું. એવામાં આજના મુકાબલા ભારતીય ટીમને તેની ખોટ પડશે.

બન્ને ટીમના ખેલાડીઓ

ભારત : રોહિત શર્મા(કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હૂડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, આર અશ્વિન, યૂઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઇ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપસિંહ, આવેશ ખાન.

પાકિસ્તાન : બાબર આઝમ(કેપ્ટન), શાદાબ ખાન, આસિફ અલી, ફખર ઝમા, હૈદર અલી, હારિસ રઉફ, અખ્તિખાર અહમદ, ખુશદીલ શાહ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ રિઝવાન, નસિમ શાહ, શાહનવાઝ દહાની, ઉસ્માન કાદિર, મોહમ્મદ હસનેન, હસન અલી.