બુમરાહના સ્થાને સિરાજની એન્ટ્રીથી ચાહકો થયા ગુસ્સે, શમીના સમાવેશની માંગ

[og_img]

  • જસપ્રીત બુમરાહ ઈજાના કારણે T20 વર્લ્ડકપમાંથી થયો બહાર
  • BCCIએ બુમરાહના સ્થાને મોહમ્મદ સિરાજને ટીમમાં સામેલ કર્યો
  • મોહમ્મદ શમીનો સમાવેશ ન થતા ક્રિકેટ ફેન્સ થયા નિરાશ

મોહમ્મદ સિરાજને સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી T20 સિરીઝનો ભાગ બનાવવામાં આવ્યો છે. જસપ્રીત બુમરાહની ઈજાના કારણે તેને તક મળી છે. જોકે ચાહકોને આ નિર્ણય પસંદ આવ્યો નથી. T20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયામાં હલચલ મચી ગઈ છે.

બુમરાહના સ્થાને સિરાજને સામેલ કરાયો

T20 વર્લ્ડકપ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો હતો, તે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ રહેલી T20 સિરીઝ પણ રમી શક્યો ન હતો. તેના સ્થાને મોહમ્મદ સિરાજને આ શ્રેણીમાં સામેલ કરવામાં આવ્યો છે, પરંતુ ચાહકો આ નિર્ણયથી ખુશ નથી.

ચાહકોએ BCCIના નિર્ણયની આકરી ટીકા કરી

સોશિયલ મીડિયા પર ચાહકોએ BCCIના નિર્ણયની આકરી ટીકા કરી છે અને કહ્યું છે કે જ્યારે મોહમ્મદ શમી પણ ટીમનો ભાગ છે તો તેને શા માટે સામેલ કરવામાં આવી રહ્યો નથી. તમને જણાવી દઈએ કે મોહમ્મદ શમીને અગાઉ સાઉથ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તે કોરોના પોઝિટિવ આવ્યો હતો. જો કે, હવે મોહમ્મદ શમીએ માહિતી આપી છે કે તે કોવિડ નેગેટિવ થઈ ગયો છે, પરંતુ હજુ સુધી તે નક્કી નથી થયું કે તેને મેચ ફિટ થવામાં કેટલો સમય લાગશે. વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે જો મોહમ્મદ સિરાજ સાઉથ આફ્રિકા સામેની T20 સીરીઝમાં વધુ સારું પ્રદર્શન કરશે તો તે T20 વર્લ્ડકપમાં પણ જગ્યા બનાવી શકે છે.

સોશિયલ મીડિયા પર ફેન્સનો આક્રોશ

T20 ટીમમાં મોહમ્મદ સિરાજની એન્ટ્રી પર ફેન્સે સોશિયલ મીડિયામાં અલગ-અલગ પ્રતિક્રિયા આપી હતી. કેટલાક ચાહકોએ લખ્યું કે આની પાછળનો તર્ક શું છે, મોહમ્મદ શમીએ શું ખોટું કર્યું છે. કેટલાક ચાહકોએ લખ્યું કે જે બે વર્ષથી સફેદ બોલથી ક્રિકેટ નથી રમી રહ્યો, તે અચાનક કેવી રીતે આવી ગયો.

ફેન્સની વિચિત્ર કોમેન્ટ

કેટલાક અન્ય ચાહકોએ લખ્યું કે અરે, જો કોઈ સારો બોલર ન મળે તો કિંગ વિરાટ કોહલી પાસેથી બોલિંગ કરાવો. તમને જણાવી દઈએ કે એશિયા કપમાં વિરાટ કોહલીએ એક ઓવર નાખીને બધાને ચોંકાવી દીધા હતા.

બુમરાહ ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર

T20 વર્લ્ડકપ 16 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યો છે અને તે પહેલા જસપ્રીત બુમરાહ ઈજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો હતો, જેના કારણે ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું હતું. BCCIએ હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરી નથી અને ન તો કોઈ બદલાવ વિશે જણાવવામાં આવ્યું છે.

Previous Post Next Post