ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટરે પાકિસ્તાની અભિનેત્રીની બોલતી બંધ કરી દીધી

[og_img]

  • અમિત મિશ્રાના એક ટ્વિટના જવાબમાં સેહર શિનવારીએ કરી કોમેન્ટ
  • પૂર્વ ક્રિકેટર અમિત મિશ્રાએ ટ્વિટ કરી વળતો જવાબ આપ્યો
  • અમિત મિશ્રાનું આ ટ્વિટ જબરદસ્ત વાયરલ થયું, ફેન્સને મજા પડી

બુધવારે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે જબરદસ્ત મેચ જોવા મળી હતી. છેલ્લી ઓવર સુધી ચાલેલી આ મેચમાં પાકિસ્તાનનો વિજય થયો હતો, પરંતુ આ મેચને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા છવાયેલી રહી હતી. ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અમિત મિશ્રા પણ આ દરમિયાન પાકિસ્તાની એક્ટ્રેસ સાથે ઝઘડામાં પડ્યા હતા.

સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના ટ્રેન્ડ

એશિયા કપ 2022માં બુધવારે (7 સપ્ટેમ્બર) રમાયેલી મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ પરિણામ સાથે ભારત સત્તાવાર રીતે એશિયા કપમાંથી બહાર થઈ ગયું. મેચને લઈને અદ્ભુત માહોલ હતો, સોશિયલ મીડિયા પર પણ અનેક પ્રકારના ટ્રેન્ડ જોવા મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન પૂર્વ ક્રિકેટર અમિત મિશ્રા દ્વારા કરવામાં આવેલ એક ટ્વિટે હેડલાઇન્સ બની હતી, જેમાં તેણે પાકિસ્તાની અભિનેત્રીને જડબાતોડ જવાબ આપ્યો હતો.

પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ કર્યું ટ્વિટ

જ્યારે પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચ શરૂ થઈ ત્યારે અમિત મિશ્રાએ ટ્વિટ કર્યું હતું કે જો આજે અફઘાનિસ્તાન જીતશે તો તે આખા અઠવાડિયે અફઘાન ચાપ ખાશે. આ ટ્વિટના જવાબમાં પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીએ લખ્યું કે ગરીબ મિશ્રાએ હવે આખું અઠવાડિયું ગાયના છાણ પર પસાર કરવું પડશે.

અમિત મિશ્રાની ટ્વિટ થઈ વાયરલ

આ ટ્વિટનો જવાબ આપતા અમિત મિશ્રાએ લખ્યું કે મારો પાકિસ્તાન આવવાનો કોઈ પ્લાન નથી. અમિત મિશ્રાનું આ ટ્વિટ જબરદસ્ત રીતે વાયરલ થયું હતું અને ફેન્સને ખૂબ મજા પડી હતી. પાકિસ્તાની અભિનેત્રીએ પણ આ ટ્વિટનો જવાબ આપ્યો અને લખ્યું કે આ માટે પાકિસ્તાન કેમ આવવું, શું ભારતમાં ગાયનું છાણ સમાપ્ત થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર અમિત મિશ્રાની ટ્વિટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ પહેલા પણ તે આવા ઘણા ટ્વિટ કરી ચુક્યા છે જે વાયરલ થઈ રહ્યા છે.

અફઘાનિસ્તાન-પાકિસ્તાનની મેચ પર હતી નજર

નોંધનીય છે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચ પર પણ ભારતના ચાહકોની નજર હતી. જો અફઘાનિસ્તાન આ મેચ જીત્યું હોત તો ભારતને એશિયા કપમાં ટકી રહેવાની તક મળી હોત. જોકે, પાકિસ્તાને આ મેચ જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું હતું.

ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી થયું બહાર

જો એશિયા કપની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાની સફર અહીં પૂરી થઈ ગઈ છે. ભારત પાકિસ્તાન અને શ્રીલંકા સામેની મેચ હારી ગયું હતું, જે બાદ તેના માટે ફાઇનલમાં પહોંચવું મુશ્કેલ બની ગયું છે.

Previous Post Next Post