ટીમ ઈન્ડિયા એશિયા કપમાંથી બહાર, ફાઈનલમાં પાકિસ્તાન અને શ્રીલંકા ટકરાશે

[og_img]

  • શારજાહમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવ્યું
  • અફઘાનિસ્તાન-ભારતનું ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર
  • 11 સપ્ટેમ્બરે ફાઈનલમાં શ્રીલંકાનો મુકાબલો પાકિસ્તાન સામે થશે

એશિયા કપમાં બુધવારે (7 સપ્ટેમ્બર) રમાયેલી મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. પાકિસ્તાનની જીત સાથે ટીમ ઈન્ડિયાનું એશિયા કપ 2022માં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. હવે 11 સપ્ટેમ્બરે યોજાનારી ફાઈનલ મેચમાં પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે મુકાબલો થશે.

પાકિસ્તાને અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવ્યું

ટીમ ઈન્ડિયા એશિયા કપ 2022માંથી બહાર થઈ ગઈ છે. બુધવારે શારજાહમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવ્યું હતું. પાકિસ્તાનની જીત સાથે અફઘાનિસ્તાન અને ભારત બંનેનું ફાઇનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. હવે 11 સપ્ટેમ્બરે દુબઈમાં રમાનાર ફાઈનલ મેચમાં શ્રીલંકાનો મુકાબલો પાકિસ્તાન સામે થવાનો છે. જો કે સુપર-ફોરમાં હજુ બે મેચ બાકી છે, પરંતુ બંને ટીમો વચ્ચે ફાઈનલ રમાવાની છે.

પાકિસ્તાન અને શ્રીલંકાના ચાર-ચાર પોઈન્ટ

જો ભારતીય ટીમ હવે 8 સપ્ટેમ્બરે દુબઈમાં રમાનારી સુપર-ફોરની તેની છેલ્લી મેચમાં અફઘાનિસ્તાનને હરાવશે તો તે માત્ર બે પોઈન્ટ સુધી પહોંચી શકશે. એટલે કે પોઈન્ટની બાબતમાં ભારત હવે પાકિસ્તાન અને શ્રીલંકાને કોઈપણ સ્થિતિમાં હરાવી શકશે નહીં. પાકિસ્તાન અને શ્રીલંકાના ચાર-ચાર પોઈન્ટ છે.

બાબર આઝમ ફરી સસ્તામાં થયો આઉટ

130 રનનો પીછો કરતા પાકિસ્તાને પ્રથમ ઓવરમાં જ કેપ્ટન બાબર આઝમની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી 50 રનની અંદર પાકિસ્તાને મોહમ્મદ રિઝવાન અને ફખર ઝમાનની વિકેટ પણ ગુમાવી દીધી હતી. પરંતુ ઈફ્તિખાર અહેમદ અને શાદાબ ખાન વચ્ચેની 42 રનની ભાગીદારીએ પાકિસ્તાની ઇનિંગ્સને પાટા પર લાવી દીધી હતી.

નસીમે છેલ્લી ઓવરમાં કરી કમાલ

ઈફ્તિખાર અહેમદે 30 અને શાદાબ ખાને 36 રન બનાવ્યા હતા. ઇફ્તિખાર અહેમદ પેવેલિયનમાં પરત ફર્યા બાદ પાકિસ્તાને નિયમિત અંતરે વિકેટ ગુમાવી હતી, જેના કારણે તેનો સ્કોર 8 વિકેટે 110 થયો હતો. આ પછી આસિફ અલી પણ કેટલીક મોટી હિટ ફટકારીને આઉટ થયો હતો. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 11 રન બનાવવાના હતા પરંતુ નસીમ શાહે પ્રથમ બે બોલમાં સિક્સર ફટકારીને મેચનો અંત લાવી દીધો હતો.

Previous Post Next Post