અમિત શાહ ગાંધીનગરના પ્રવાસે, વિકાસ કામોના ખાતમુહુર્ત- લોકાર્પણની વણજાર

[og_img]

  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાટનગરની 2 દિવસની મુલાકાતે
  • રૂપાલ વરદાયીની માતા અને માણસા બહુચરાજી માતાના દર્શન કરશે
  • 27મીના કલોલ અને માણસા ખાતેના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે

ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર સાંસદ અમિત શાહ આવતીકાલે 27મીના કલોલ અને માણસા ખાતેના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે. તેઓ માણસા ખાતે કુળદેવી બહુચર માતાના મંદિરે પરિવાર સાથે નવરાત્રીમાં દર્શન કરવાની પરંપરાને પણ નિભાવશે.

આવતીકાલે 27મીના મંગળવારે અમિત શાહનો જિલ્લામાં ભરચક કાર્યક્રમો છે. ત્યારબાદ તેઓ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના અધિકારીઓ સાથે મિટીંગ પણ કરનાર છે. તેમના હસ્તે જિલ્લાના વિવિધ સ્થળોએ વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવશે. સવારે 11 કલાકે તેઓ કલોલ પહોંચશે જ્યાં હોસ્પિટલનું લોકાર્પણ કરશે. ત્યાંથી તેઓ રૂપાલ વરદાયિની માતાના મંદિરે જશે, જ્યાં માતાજીના દર્શન કરવા ઉપરાંત સોને મઢેલા ગર્ભગૃહને ભક્તો માટે ખુલ્લો મુકશે.

ત્યાંથી, તેઓ લેકાવાડા જશે જ્યાં જીટીયુના બિલ્ડીંગનું ખાતમુહુર્ત કરવા ઉપરાંત સાંજે 5.30 કલાકે અંબોડ અને ત્યાંથી તેઓ સમૌ કાર્યક્રમમાં પહોંચશે. ત્યારબાદ દર વર્ષની જેમ આ વખતે પણ પરંપરા મુજબ માણસા બહુચરાજી માતાજીના મંદિરે પરિવાર સાથે આરતી કરવા પહોંચશે.

Previous Post Next Post