ભાદરવી પૂનમના આડે ગણતરીના કલાકો બાકી: અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

[og_img]

  • પદયાત્રીઓ માટે રસ્તાઓ ઉપર વિસામા અને સારવાર કેમ્પો શરુ કરાયા
  • ભાદરવી પૂનમના દિવસે માં અંબાના દર્શનનું અનેરું મહત્વ
  • રાજ્યભરમાંથી ભાદરવી પૂનમના દિવસે માઈ ભક્તો અંબાજી આવે છે

કોરોના રોગચાળાને લીધે બે વર્ષ બાદ આ વર્ષે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેલો યોજાવા જઈ રહ્યો છે ત્યારે માં અંબાના દર્શન કરવા અંબાજીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ભાદરવી પૂનમના દિવસે ભક્તો સંઘ બનાવી દુર દુરથી અંબાજી સુધી પગપાળા ચાલીને આવતા હોય છે. આ વર્ષે પણ અનેક પગપાળા સંઘો આજરોજ અંબાજી પહોંચ્યા હતા અને માં અંબાના દર્શનનો લહાવો લીધો હતો.

બીજી તરફ, ભાદરવી પૂનમના મેળામાં માં અંબાનાં દર્શનનો લાભ લેવા જઈ રહેલા પદયાત્રીઓ માટે રસ્તામાં ઠેર ઠેર વિસામા ઉપરાંત પાણી-શરબત, ભોજનની વ્યવસ્થા માટેના આયોજન સામાજિક સેવા સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યા છે. આ સિવાય આરોગ્ય વિભાગ દ્વારા પણ સારવાર કેમ્પો ઉભા કરાયા છે. કેટલાક પદયાત્રીઓ પોતાની સાથે માં અંબાની મૂર્તિની સ્થાપનમાં કરીને પોતાની સાથે રથ પણ લઈને અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. મહેસાણાથી અંબાજી તરફ જવાના રસ્તે ઠેર ઠેર પદયાત્રીઓ જઈ રહ્યા હોવાથી માનવ સાંકળ રચાઈ હોય તેવો નજારો સર્જાયો હતો.