સંઘપ્રદેશની એક શાળાની વિદ્યાર્થિની પર થયેલા દુષ્કર્મ મામલે આરોપીને કડક સજાની માગ સાથે કેન્ડલ માર્ચ યોજાઈ | Cander march was held demanding strict punishment for the accused in the case of rape of a school girl in Sangh Pradesh.

વલસાડ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • વિદ્યાર્થીને ન્યાય અપાવવા માટે સેલવાસના મુખ્ય માર્ગો ઉપર કેન્ડલ માર્ચ નીકળી હતી

વલસાડ જિલ્લાને અડીના આવેલા દાદરા નગર હવેલી ખાતે આવેલી એક મિશનરી સ્કૂલ ખાતે એક 14 વર્ષની વિદ્યાર્થીની ઉપર શાળાના મેનેજર અને એક શિક્ષકે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી દીધી હતી. સગીરાને ઘરે કોઈને પણ ન કહેવા અંગે ખુબજ ધમકાવવામાં આવી હતી. તે કેસમાં સગીરાનું મુંબઈની હોસ્પિટલમાં ચેકઅપ કરાવતા સગીરા ગર્ભવતી હોવાનું સામે આવતા નજીકના પોલીસ મથકે સેલવાસની શાળાના મેનેજર અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. સેલવાસ પોલીસે તાત્કાલિક બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલના રોજ સ્થાનિક લોકોએ સેલવાસના મુખ્ય માર્ગો ઉપર આરોપીઓને કડક સજા મળે તેવી માંગ સાથે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી.

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ વિસ્તારમાં આવેલી અવર લેડી ઓફ હેલ્પ ઇંગ્લિશ સ્કૂલમાં અભ્યાસ કરતી 14 વર્ષીય વિદ્યાર્થિની ઉપર શાળાના મેનેજર 50 વર્ષીય માઇકલ નુન્સ અને 30 વર્ષીય શિક્ષક શિક્ષક આર. ડિકોસ્ટાએ નજર બગડી હતી. શાળાના મેનેજર અને શિક્ષકે વિદ્યાર્થીની ઉપર વારંવાર દુષ્કર્મ આચરી વિદ્યાર્થિનીને તેના પરિવારમાં કોઈને પણ ઘટનાની જાણ ન કરવા ધમકાવવામાં આવી હતી. ગભરાયેલી વિદ્યાર્થીનીએ પરિવારના સભ્યોને જાણ કરી ન હતી. વિદ્યાર્થીનીએ પરિવારની બદનામીના ડરે તેમજ શાળાના મેનેજર અને શિક્ષકે આપેલી ધમકીના પ્રભાવમાં આવી જઇ પરિવારને ઘટનાની જાણ કરી ન હતી.

તાજેતરમાં વિદ્યાર્થીનીની તબિયત લથડતા નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. ત્યાંથી વધુ સારવાર માટે સુરત અને ત્યાંથી મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સગીરા ગર્ભવતી હોવાનું અમે આવતા પરિવારના સભ્યોએ સગીરાને ફોસલાવી પૂછતાં સગીરાએ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. જેના આધારે સગીરાના પરિવારના સભ્યોએ સગીરા પર દુષ્કર્મ આચરનાર સેલવાસની ખાનગી શાળાના મેનેજર અને શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં આરોપીઓને જલ્દી કડકમાં કડક સજાની માંગ સ્થાનિક લોકોએ કરી હતી. સગીરા સાથે ઝડપથી ન્યાય થાત તેવી માંગ કરવામાં આવી હતી. શહેરના મુખ્ય માર્ગો ઉપર નીકળેલા કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો સ્વયંભૂ જોડાયા હતા.

શિક્ષકો વિરુદ્ધ કેન્ડલ માર્ચ નીકળી હતી
વિદ્યાર્થીનીને ન્યાય મળે બીજી આવી ઘટના ન બને અને પોલીસ દ્વારા જલ્દી ચાર્જશીટ દાખલ થાય અને ફાસ્ટટ્રેક કોર્ટ માં કેસ ચાલે અને કડક થી કડક સજા થાય એવી માંગ લોકો એ કરી હતી.

અન્ય સમાચારો પણ છે…