હાલમાં મધ્યપ્રદેશના જબલપુરના (Jabalpur) એક ચોરની વાત સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. તમે પણ આ ચોરના કારનામાં સાંભળીને હસી હસીને લોટપોટ થઈ જશો.
Image Credit source: TV9 gfx
Viral News : માણસમાં જ્યારે કોઈ આવડત ન હોય, વારસામાં મળેલી સંપતિ જ્યારે પૂરી થઈ જાય અને જ્યારે પોતાના શોખ-પરિવારનું ગુજરાન ચલાવવા માટે પૈસાની જરુર પડે છે, ત્યારે કેટલાક લોકો ચોરીના રવાડે ચઢે છે. ચોરી એ ઘણો મોટો ગુનો છે. ચોરીને કારણે તમે કોઈ બીજાની મહેનતથી ઉભી કરેલી સંપતિને તેમની પીઠ પાછળથી છીનવી રહ્યા છો. તમે તમારા જીવનમાં આવી અનેક ચોરી વિશે જોયુ અને સાંભળ્યુ જ હશે. બદલાતા જમાના સાથે હવે ચોર પણ સ્માર્ટ થઈ ગયા છે. તેઓ ચોરી કરવા ટેક્નોલોજીનો પણ સહારો લઈ રહ્યા છે. હાલમાં મધ્યપ્રદેશના જબલપુરના (Jabalpur) એક ચોરની વાત સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહી છે. તમે પણ આ ચોરના કારનામાં સાંભળીને હસી હસીને લોટપોટ થઈ જશો.
જબલપુરના મદન મહલ પોલીસ સ્ટેશનમાં એક ચાલાક ચોરની ધડપકડ કરવામાં આવી છે. આ ચોર મહિલાના કપડા પહેરીને ચોરી કરે છે. તમે ગંજી ગેંગ ચોર, ચડ્ડી ગેંગ ચોર જેવા ચોરો વિશે સાંભળ્યુ જ હશે પણ આ ચોર કોઈ બીજા મહિલાઓના નહીં પણ પોતાની પત્નીના કપડા પહેરીને જ ચોરી કરતો હતો. આ ચોર રાત્રે પત્નીના કપડા પહેરીને નીકળતો હતો અને ચોરીને અંજામ આપતો હતો. જ્યારે તેની આ હરકત વિશે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યુ કે તે એટલા માટે મહિલા જેવા કપડા પહેરતો હતો, જેથી કોઈ તેના પર શક ન કરી કરે અને પોલીસની તપાસને ગુચવી શકે.
આ રહ્યો એ ચાલાક ચોર
22 ઓગસ્ટના રોજ આ ચોરે જબલપુરના સુદામાનગરના એક ઘરમાંથી 1 લાખ 25 હજારના ઘરેણાની ચોરી કરી હતી. તેની આ હરકત CCTVમાં કેદ થઈ ગઈ હતી. પોલીસે તેની હાઈટ , તેની ચાલ અને કપડા પરથી તેને શોધી કાઢયો હતો.
ચોરીના 1 લાખ 25 હજારના ઘરેણા
આ ચોરનું નામ ખેમસિંહ છે અને તે ડિંદોરીનો રહેવાસી છે. પોલીસ પહેલા તેને કિન્નર સમજતી હતી. તે એક રિક્ષા ચાલક છે. તેણે 3 વર્ષ પહેલા થયેલા એક ઝગડાનો બદલો લેવા માટે આ ચોરી કરી હતી. CCTVના કારણે આ ચતુર ચોર પકડાયો હતો. હવે પોલીસ આ કેસમાં આગળની તપાસ કરીને આ ચોર વિરૂદ્ધ ગુનો દાખલ કરવાની તૈયારી કરી રહી છે.