Crime News: અમદાવાદમાં ફરી બાળકોના અપહરણ કરતી ગેંગ થઈ સક્રિય થઈ હોવાની અફવાથી લોકોમાં ફફડાટ | Crime News: Rumors that a child kidnapping gang has become active again in Ahmedabad, people are in a frenzy

Crime News: અમદાવાદમાં ફરી બાળકોના અપહરણ કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવા વહેતી થઈ છે. સોશિયલ મીડિયા પર આ પ્રકારની અફવા ફેલાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે અને નાના બાળકોના માતાપિતા ચિંતિત બન્યા છે.

Crime News: અમદાવાદમાં ફરી બાળકોના અપહરણ કરતી ગેંગ થઈ સક્રિય થઈ હોવાની અફવાથી લોકોમાં ફફડાટ

બાળક ચોરીની અફવાએ પકડ્યુ જોર

અમદાવાદ (Ahmedabad)ના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી બાળકોના અપહરણ (Kidnapping) કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવાના પગલે કેટલાક વિસ્તારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સોશિયલ મીડિયા (Social Media)માં ફેલાવવામાં આવતા સમાચારને કારણે આ અફવાએ જોર પકડ્યું છે. ત્યારે અમદાવાદમાં પણ દરરોજ બાળકોને ઉઠાવી જવાની ટોળકીના ખોટા મેસેજ પોલીસને મળે છે. જેથી પોલીસે અપીલ કરી છે કે આવી અફવાઓથી દૂર રહેવું. જોકે હાલ તહેવારો સમયે આવી અફવા સામે આવતા નાના બાળકોના માતાપિતા ચિંતિત બન્યા છે.

બાળકોનું અપહરણ કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવાએ ફરી જોર પકડ્યુ

અમદાવાદના અનેક વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી બાળકોનું અપહરણ કરતી ગેંગ ખૂબ મોટાપાયે સક્રિય છે અને તે સાંજના સમયે એકલદોકલ બાળકોને કારમાં ઉઠાવી જતી હોવાની અફવા ખૂબ ઝડપથી ફેલાઈ રહી છે. જેના કારણે ઘણા વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને તે સાંજે કે રાતના સમયે બાળકોને ઘરની બહાર મોકલતા ડરી રહ્યા છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી વીડિયો અને ઓડિયો મેસેજ પણ વાયરલ થઈ રહ્યા છે જેના કારણે આ અફવા વધુ ફેલાઈ રહી છે. આવી જ રીતે અમદાવાદમાં દરરોજ પોલીસ કંટ્રોલરૂમ ફોન આવે છે અને તે બાળક ઉઠાવની ટોળકી આવી હોવાના મેસેજ આપી રહ્યા છે અને સ્થાનિક લોકો બાળક ઉઠાવવા આવ્યો હોવાનું લાગતા સ્થાનિકો માર મારે છે.

બાળક ચોરીની અફવામાં નિર્દોષ લોકો ટોળાના રોષનો ભોગ બન્યા હતા

શહેરના દરરોજ બાળક ચોરીની અફવા વધી રહી છે. અગાઉ ગોતા, નરોડા, માધુપુરા , જમાલપુર અને દાણીલીમડામાં બાળક ઉઠાંતરી કરવા આવતી ગેંગની અફવાની દહેશત વધી હતી. જેમાં દાણીલીમડામાં એક સાધુને બાળક ઉઠાવા આવ્યો હોવાનું કહી મારમારી પોલીસને જાણ કરી જે માનસિક અસ્થિર હતો અને જગન્નાથ મંદીરમાં સેવા આપતો હતો, આવી જ રીતે જમાલપુરમાં એક મહિલાને લોકો જોયા વગર માર માર્યો હતો. જેથી લોકો શંકાના આધારે નિર્દોષ લોકોને મારમારી રહ્યા છે, જેથી હાલમાં પોલીસે આ અફવાથી દૂર રહેવા અને શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસને જાણ કરવા અપીલ કરી છે.

આ તરફ ભરૂચમાં પણ 26 સપ્ટેમ્બરે બાળકોનું અપહરણ કરતી ગેંગ સ્થાનિકોએ પકડી હોવાનો મેસેજ મળતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે પોલીસ પહોંચે તે પૂર્વે ટોળાએ બે મહિલાઓને માર મારી અધમૂઈ કરી નાખી હતી. પોલીસે ટોળા પાસેથી બંને મહિલાઓને છોડાવી સારવાર અર્થે ખસેડી હતી.

Previous Post Next Post