ફવાદે કહ્યું કે જ્યારે કાશ્મીર પર અમારું વલણ સ્પષ્ટ છે તો શાહબાઝ શરીફ ભારત સાથે વ્યાપારી મુદ્દાઓ પર કેમ વાત કરી રહ્યા છે. જ્યારે દિગ્ગજ ઉદ્યોગપતિઓ માટે આના પર પ્રતિબંધ છે તો પછી નવાઝના નજીકના લોકોને આટલી છૂટ કેમ આપવામાં આવી રહી છે.
Image Credit source: ANI
શાહબાઝ શરીફનો (Shahbaz Sharif)ઓડિયો લીક (Audio leak)થતાં જ પાકિસ્તાનમાં (Pakistan)ખળભળાટ મચી ગયો છે. હવે સવાલ એ છે કે શું મરિયમ નવાઝના જમાઈ ભારતમાંથી પાવર પ્લાન્ટ ખરીદવા માંગતા હતા ? પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ એક ઓડિયો રીટ્વીટ કર્યો છે અને તેના અનુસાર તે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો અવાજ છે. જેમાં તે એક અજાણ્યા વ્યક્તિ સાથે મરિયમ નવાઝના જમાઈ દ્વારા ભારતમાંથી પાવર પ્લાન્ટ ખરીદવાની વાત કરી રહ્યો છે. આ મામલે વિવાદ વધી રહ્યો છે. શરીફ સરકાર પર ઘણા ગંભીર આરોપો લાગ્યા છે. આ પહેલા પણ ઈમરાન ખાન શરીફ પર ભ્રષ્ટાચાર અને કાળા નાણાના આરોપ લગાવતા રહ્યા છે.
पाक पीएम शबाज शरीफ के ऑडियो लीक पर घमासान #Pakistan | #ShahbahzSarif | @karunashankar pic.twitter.com/NFqCDOfLOE
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) September 25, 2022
میں جو سنا وہ ٹھیک ہے کیا؟
— Muzzammil Aslam (@MuzzammilAslam3) September 24, 2022
ઓડિયોમાં શાહબાઝ શરીફ કહી રહ્યા છે (દાવા મુજબ) ‘તે અમારા જમાઈ છે, તેમને ભારતમાંથી પ્લાન્ટ આયાત કરવામાં મદદ કરો અને તેની સાથે જોડાયેલી મુશ્કેલીઓ વિશે પણ જણાવો. ટીવી 9 ભારતવર્ષે આ સમગ્ર મામલા અંગે પાકિસ્તાનના તહરીક-એ-ઈન્સાફ નેતા અને ઈમરાન ખાનના નજીકના સાથી ફવાદ ચૌધરી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે શરીફ પરિવાર દેશદ્રોહી છે અને ભૂતકાળમાં પણ આવું કરતો આવ્યો છે. તેમનું કહેવું છે કે શરીફ પરિવાર બિઝનેસ ડીલ માટે ભારતનો ઉપયોગ કરી રહ્યો છે. ભૂતકાળમાં નવાઝ પરિવારની ગુપ્ત વાતો ઘણી ચર્ચામાં રહી છે.
ફવાદે કહ્યું કે જ્યારે કાશ્મીર પર અમારું વલણ સ્પષ્ટ છે તો શાહબાઝ શરીફ ભારત સાથે વ્યાપારી મુદ્દાઓ પર કેમ વાત કરી રહ્યા છે. જ્યારે દિગ્ગજ ઉદ્યોગપતિઓ માટે આના પર પ્રતિબંધ છે તો પછી નવાઝના નજીકના લોકોને આટલી છૂટ કેમ આપવામાં આવી રહી છે. ફવાદે એમ પણ કહ્યું કે શાહબાઝ સરકાર દેશ પહેલા પરિવારને પ્રાથમિકતા આપી રહી છે અને પરિવારના વ્યવસાયને ધ્યાનમાં રાખીને તમામ નિર્ણયો લઈ રહી છે. તમને જણાવી દઈએ કે મરિયમ નવાઝની પુત્રી મેહરુનિસાએ ડિસેમ્બર 2015માં બિઝનેસમેન મુનીરના પુત્ર રાહીલ સાથે લગ્ન કર્યા હતા. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.