જેમિમા રોડ્રિગુઝ ICC પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે નોમિનેટ

[og_img]

  • ICCએ રોડ્રિગુઝને પ્લેયર ઓફ ધ મન્થ માટે નોમિનેટ કરી
  • બેથ મૂની અને તાહલિયા મેકગ્રાનો પણ સમાવેશ
  • કોમનવેલ્થ ગેમ્સમાં જેમિમા રોડ્રિગુઝનું શાનદાર પ્રદર્શન

ભારતની સ્ટાર મહિલા ક્રિકેટર જેમિમા રોડ્રિગુઝને ઓગસ્ટમાં તેણે કોમનવેલ્થ ગેમ્સમાં કરેલા શાનદાર પ્રદર્શન માટે આઇસીસીએ પ્લેયર ઓફ ધ મન્થના એવોર્ડ માટે નોમિનેટ કરી છે. વિમેન્સ કેટેગરીમાં અન્ય ખેલાડીઓ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ઓસ્ટ્રેલિયાની બેથ મૂની અને તાહલિયા મેકગ્રાનો પણ સમાવેશ થાય છે.

જેમિમા રોડ્રિગુઝનું શાનદાર પ્રદર્શન

જેમિમાએ કોમનવેલ્થ ગેમ્સની પાંચ મેચમાં 146 રન બનાવ્યા હતા અને તે હાઇએસ્ટ રનના મામલે પાંચમા ક્રમે રહી હતી. તેણે બાર્બાડોસ સામે 46 બોલમાં અણનમ 56 રનની ઇનિંગ રમીને ભારતે ફાઇનલમાં પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. બેથ મુનિએ બર્િંમગહામ ગેમ્સમાં પાકિસ્તાન સામે 49 બોલમાં 70 તથા ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલમાં 29 બોલમાં 36 રનની ઇનિંગ રમી હતી. તાહલિયા પાંચ મેચમાં આઠ વિકેટ સાથે સંયુક્ત રીતે બીજી સૌથી સફળ બોલર રહી હતી. મેન્સ કેટેગરીમાં ઇંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સ, ઝિમ્બાબ્વેના સિકંદર રઝા તથા ન્યૂઝીલેન્ડના મિચેલ સાન્તેનરને નોમિનેટ કરવામાં આવ્યા છે.   

أحدث أقدم