- Gujarati News
- Local
- Gujarat
- Narmada
- Launch Of Bhagwat Week At Rajpipla’s Miracle Haveli; Organized Musical Narrative With Melodious Songs By Legendary Narrator Nayan Joshi
નર્મદા (રાજપીપળા)26 મિનિટ પહેલા
- કૉપી લિંક
હાલ ચાલી રહેલા પવિત્ર ભાદરવા માસ દરમિયાન રાજપીપળાની મિરેકલ હવેલી ખાતે NRI પરિવાર આશિત બક્ષી દ્વારા રાજપીપળાના ઇતિહાસમાં પ્રથમ વાર સંગીતમય ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. જેમના વકતા તરીકે ચાંદોદના રહેવાસી અને ગુજરાતના સુપ્રસિદ્ધ નયનભાઈ જોષી વ્યાસપીઠ પર બીરાજીને તેમના મધુર કંઠે રસમય વાણીમાં રસપાન કરાવી રહ્યાં છે. ત્યારે કથાના પ્રારંભ દીને રાજપીપળાના વિઠ્ઠલનાથજી ભગવાનના મંદિરેથી પોથી યાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. જેમાં કથાના વક્તા નાયણભાઈ જોષી, કથાના આયોજક આશીતભાઈ બક્ષી, સતિષ મહારાજ, ચેતન શાહ, દત્તા ગાંધી, અજિત પરીખ, ડો.યુ.સી.શેઠ સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.
આ બાબતે આશીતભાઈ બક્ષીએ આ પાવન અવસરે કથામૃતનું પાન કરવા અને ભાવિ ભકતોને પધારવા જાહેર આમંત્રણ માટે અપીલ કરી. સાથે આ કથાના 7 દિવસ દરમિયાન વામન અવતાર, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મ, ગોવર્ધન પૂજા, રૂકમણી વિવાહ અને સુદામા ચરિત્ર સહિતના પ્રસંગોનું વર્ણન કરવામાં આવશે. રોજ સાંજે 4થી 7.30 દરમિયાન કથા ચાલુ રહેશે.