Home »
Breaking News
,
Gujarati
,
India News
,
Latest news
,
Today news
,
trending
» સતત વેબ સિરીઝ જોનારા લોકો બની શકે છે બીમારીનો ભોગ, તમારા સ્વાસ્થ્યને થઈ શકે છે આ નુકશાન | People who continuously watch web series can become victims of this disease your health can suffer from this loss
Gujarati News » Photo gallery » People who continuously watch web series can become victims of this disease your health can suffer from this loss
Lifestyle : આજકાલ થિયેટરના મૂવી કરતા વધારે ક્રેઝ વેબ સીરીઝ અને ઓટીટી પ્લેટફોર્મનો છે. કેટલાક લોકો એ હદે તેના દીવાના હોય છે કે મધરાત સુધી વેબ સીરીઝ જોતા રહે છે. તેમની આ ખરાબ આદતની અસર તેમના સ્વાસ્થ્ય પર થતી હોય છે.
કેટલાક લોકો એ હદે વેબ સીરીઝ અને ઓટીટી પ્લેટફોર્મના દીવાના હોય છે કે મધરાત સુધી વેબ સીરીઝ જોતા રહે છે. તેમની આ ખરાબ આદતની અસર તેમના સ્વાસ્થ્ય પર થતી હોય છે. કેટલાક લોકો તો 9 કલાક સતત વેબ સીરીઝ જોતા હોય છે. એક્સપર્ટ અનુસાર તેને બિંજ વોચિંગ કહે છે. ચાલો જાણીએે તેનાથી થતા નુકશાન વિશે.
એક અભ્યાસ મુજબ ‘ડોપામાઈન’ને કારણે કોઈ વસ્તુમાં રસ વધે છે. આપણું મગજ ડોપામાઈન નામનું રસાયણ છોડે છે અને તે આપણને આપણા મનપસંદ કામમાં વ્યસ્ત રહેવા ઉત્તેજિત કરે છે.
જે લોકો સતત વેબ સિરીઝ જુએ છે, તેમની યાદશક્તિ નબળી પડી શકે છે. એટલું જ નહીં આવા લોકોને ઊંઘ ન આવવાની સમસ્યા પણ થવા લાગે છે. ઊંઘ ન આવવાને કારણે તણાવ શરૂ થાય છે.
નિષ્ણાતો અનુસાર, કલાકો સુધી વેબ સિરીઝ કે ફિલ્મો જોવાને કારણે આંખોમાં સોજો આવી જાય છે. આ સિવાય શરીરમાં થાક કે નબળાઈ પણ રહે છે. તેના કારણે માનસિક સ્વાસ્થ્યને અસર થાય છે.
આ બિંજ વોચિંગની લતથી બચવા માટે વેબ સિરિઝને લાંબા સમય સુધી જોવાની આદતને તમારા જીવનમાંથી દૂર કરો. તમારી આંખોને આરામ આપો.