પીએમ મોદી(PM Modi) 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે.ત્યારે, સુરત, અમદાવાદ અને રાજકોટમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.સુરતમાં પીએમ મોદીનો રોડ શો(Road Show) યોજાશે
પીએમ મોદી(PM Modi) 29 અને 30 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે.ત્યારે, સુરત, અમદાવાદ અને રાજકોટમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે.સુરતમાં પીએમ મોદીનો રોડ શો(Road Show) યોજાશે.જેને લઈ સુરત શહેર પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે ડ્રોનથી ચેકિંગ કરાયું.ક્રાઈમ બ્રાંચની ટીમે રૂટનું નિરીક્ષણ કર્યું હતું…તો, તો, અમદાવાદમાં વડાપ્રધાન મોદી મેટ્રોના પહેલા ફેઝને લીલીઝંડી આપશે.30 સપ્ટેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે મેટ્રો સેવા અમદાવાદીઓ માટે ખુલ્લી મુકવામાં આવશે.જ્યારે, રાજકોટમાં વડાપ્રધાન 334.33 કરોડના આવાસોની ભેટ આપશે.
રાજકોટ મનપાની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામેલા 3 હજાર 526 આવાસોનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 30 સપ્ટેમ્બરએ ઈ-લોકાર્પણ થશે. ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભાવનગરમાં રોડ શો યોજાશે તેમજ એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.પીએમના આગમનને લઈ કરવામાં આવેલી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે..શહેરના મુખ્ય રસ્તાઓ, સર્કલો પર લાઈટિંગ કરવામાં આવ્યું છે.વિવિધ બેનરો અને હોર્ડિંગ્સ પણ લગાવવામાં આવ્યા છે.