Stock Market Closing: આજે અઠવાડીયાના બીજા કારોબારી દિવસે લીલા નિશાન પર ખુલેલું શેર બજાર સામાન્ય ઘટાડા સાથે બંધ થયું હતું. BSEનો સેન્સેક્સ 59,196.99 પર 48.99ના ઘટાડા સાથે બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી પણ 10 પોઈન્ટના સામાન્ય ઘટાડા સાથે 17,655 પર બંધ થયો હતો.
આજે સવારે લીલા નિશાન પર મોટી તેજી સાથે ખુલેલો સેન્સેક્સ સવારે 10.30 વાગ્યા સુધીમાં સતત ઘટાડો થયો હતો. આ દરમિયાન સેન્સેક્સ 58,900ની સપાટી પર પહોંચી ગયો હતો. જો કે, ત્યાર બાદ સતત રીકવરી જોવા મળી હતી. આ દરમિયાન બપોરે 1 વાગ્યા સુધીમાં સેન્સેક્સે 59,400ની સપાટીએ પાર કરી લીધી હતી.
બીજી તરફ શેર બજારનો સૂચકાંક નિફ્ટી પણ આજે સામાન્ય ઘટાડા સાથે બંધ થયો હતો. નિફ્ટી સવારે 9.15 વાગ્યે લીલા નિશાન પર 17995 પોઈન્ટ પર ખુલ્યો હતો. જો કે, ત્યાર બાદ શરુઆતના કલાકોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને નિફ્ટી 17590 પર પહોંચ્યો હતો. આ પછી રોકાણકારોએ સતત ખરીદારી કરતાં નિફ્ટીમાં સુધારો થયો હતો.
આ શેરના ભાવ વધ્યાઃ
આ શેરના ભાવ ઘટ્યાઃ
આજે, BSE 30 શેરનો સૂચકાંક સેન્સેક્સ 39.38 પોઈન્ટ અથવા 0.66 ટકાના વધારા સાથે 59,285 પર ખુલ્યો હતો અને NSEનો 50 શેરનો ઈન્ડેક્સ 29.90 પોઈન્ટના વધારા સાથે 17,695 પર ખુલ્યો હતો.
સેક્ટોરલ ઇન્ડેક્સ
બજારમાં ચોતરફ ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. આજના કારોબારની શરુઆતમાં બેંક, ફાઈનાન્શિયલ અને ઓટો શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી પરના ત્રણેય સૂચકાંકો અડધા ટકાથી વધુ વધ્યા હતા. રિયલ્ટી ઇન્ડેક્સ પણ અડધા ટકા વધ્યો હતા. આઇટી, મેટલ, ફાર્મા સહિતના અન્ય સૂચકાંકો પણ લીલા નિશાનમાં રહ્યા હતા.
હેવીવેઇટ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. સવારે જ્યારે માર્કેટ ખુલ્યું ત્યારે ટોપ ગેઇનર્સમાં NTPC, MARUTI, INDUSINDBK, RELIANCE, POWERGRID, BHARTIARTL, ICICIBANK, HDFCBANKનો સમાવેશ થાય છે.