જુનાગઢ26 મિનિટ પહેલા
- કૉપી લિંક
- ગ્રામ લોકોએ જમીન બચાવવા મામલતદારને આવેદનપત્ર પાઠવી કરી રજૂઆત.
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના આરેણા ગામના સરપંચ સહિત ગામના આગેવાનો દ્વારા મામલતદાર કચેરી ખાતે રોષપૂર્વક આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.આવેદનપત્ર મા જણાવવામાં આવ્યું હતું કે આ ગામ ની મોટાભાગની જમીન લાંગડી અને નોળી નદીના નજીકના વિસ્તારમાં આવેલી છે જ્યાર થી શારદાગ્રામ વિસ્તારમાં બંધારા ડેમને સપાટી ઉંચી લેવાનું કામ થયું છે ત્યારથી ખેડૂતો મુશ્કેલીઓ ભોગવી રહયા છે.
આ વિસ્તારની હજારો વિઘા જમીન પાણીના ડૂબાણમાં જતા અને પાક નું ધોવાણ ગયેલ છે જેથી ખેડૂતોને મસમોટી આર્થિક નુકસાની ભોગવી રહયા છે.જેથી તાત્કાલિક આ બાબતે યોગ્ય નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સાથે ગ્રામજનો દ્વારા મામલતદાર માંગરોળને આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે…