Surat : ડ્રગ્સ સપ્લાયરો સામે સુરત પોલીસની લાલ આંખ, 1.67 કરોડનું ડ્રગ્સ પકડાયું | Surat: Surat police's red eye against drug suppliers, drugs worth 1.67 crores seized

સુરતમાં જે રીતે એમડી ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે તેની સામે પોલીસ હાલમાં લાલ આંખ કરી રહી છે અને એક પછી એક ડ્રગ્સની ડિલીવરી કરતા સપ્લાયરોને પકડી રહી છે.

Surat : ડ્રગ્સ સપ્લાયરો સામે સુરત પોલીસની લાલ આંખ, 1.67 કરોડનું ડ્રગ્સ પકડાયું

Surat: Surat police’s red eye against drug suppliers, drugs worth 1.67 crores seized

પૂણા(Puna ) અને સારોલી (Saroli ) પોલીસને 1.67 કરોડનું એમડી ડ્રગ્સ પકડી પાડવામાં સફળતા મળી છે. તેમાં પૂણા અને સારોલી પોલીસ(Police) દ્વારા મુંબઇથી આવી રહેલી બસના ચેકિંગ દરમિયાન કાળા રંગની શંકાસ્પદ બેગ મળી આવી હતી. તેમાં અફઝલ ઉર્ફે ગુરૂ સૈયદ એ માદક દ્રવ્ય ભરેલી બેગ તેની હોવાની કબૂલાત કરી લીધી હતી. આ બેગમાં 1.67 કિલો એમડી ડ્રગ્સ હોવાની કબૂલાત અફઝલ દ્વારા કરવામાં આવી હતી. જેની બજાર કિંમત પોણા બે કરોડની આસપાસ થાય છે. દરમિયાન આ માલની ડિલીવરી રેલવે સ્ટેશન પર આપવાની હતી. સુરતમાં જે રીતે એમડી ડ્રગ્સ વેચાઇ રહ્યુ છે તેની સામે પોલીસ હાલમાં લાલ આંખ કરી રહી છે અને એક પછી એક ડ્રગ્સ ની ડિલીવરી કરતા સપ્લાયરો ને પકડી રહી છે.

પુણા પોલીસ મથકના કોન્સ્ટેબલ વિલેશ ગામીતને મળેલી બાતમીના આધારે પુણા પીઆઈ વી.એમ.કોલાદરા અને સ્ટાફે રાત્રે ના અરસામાં નિયોલ ચેક પોસ્ટ પાસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમી મુજબનો એક યુવાન કડોદરા ચાર રસ્તા સર્વિસવાળા રોડ તરફથી પીઠ પર ટ્રાવેલીંગ બેગ ભરાવી ચાલતો ચાલતો સુરત તરફ આવતો હોય તેને અટકાવી પુછપરછ કરતા તેની ઓળખ ડ્રાઇવીંગનું કામ કરતા અફઝલ ઉર્ફે ગુરુ સુબ્રતઅલી સૈયદ ( ઉ.વ.31, રહે.0, આમ કી નાડી, પ્રતાપનગર, લોહખાન, અજમેર, રાજસ્થાન ) તરીકે થઈ હતી. પોલીસે તેની બેગની જડતી લેતા તેમાં તેના કપડાંની નીચે કાપડની થેલીમાં પ્લાસ્ટીકની થેલીમાં ગાંગડા અને પાવડર સ્વરૂપે મૂકેલું એમ.ડી. ડ્રગ્સ મળ્યું હતું.

પોલીસે તેની પાસેથી રૂ. 1,60,70,000 ની મત્તાનું 1.670 કિલોગ્રામ એમ.ડી. ડ્રગ્સ ઉપરાંત મોબાઈલ ફોન મળી કુલ રૂ. 1,60,75,000 નો મુદ્દામાલ કબજે કરી તેની પુછપરછ કરતા તેને મુંબઈના નાલાસોપારા ખાતે રહેતા બલ્લુએ ડ્રગ્સનો જથ્થો નાલાસોપારા રેલવે સ્ટેશન પાસે આપી સુરત જવા કહ્યું હતું. બલ્લુએ અફઝલ ઉર્ફે ગુરુને સુરત પહોંચ્યા બાદ ફોન કરવા કહ્યું હતું.

જેથી તે જે મોબાઈલ નંબર આપે તેને સુરતમાં ડ્રગ્સ આપવાનું હતું. બલ્લુ આ કામના તેને રૂ. 10 હજાર આપવાનો હતો. સારોલી પોલીસે આ અંગે ગુનો નોંધી અફઝલ ઉર્ફે ગુરુની ધરપકડ કરી બલ્લુ અને સુરતમાં ડ્રગ્સ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા. એમ.ડી. ડ્રગ્સ ઝડપાયું હોય તેની વધુ તપાસ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ જે.એન. ઝાલાને સોંપાઈ છે.

أحدث أقدم