Thursday, September 1, 2022

થરા અધગામની સીમમાંથી જુગાર રમતા પાંચ ઈસમોને થરા પોલીસે ઝડપી પાડ્યા | The Thara Police nabbed five Ismans who were gambling from the boundary of Thara Adhgam

બનાસકાંઠા (પાલનપુર)25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • રેડ દરમિયાન પોલીસે પાંચ ઈસમોને ઝડપી પાડ્યા બે ઈસમો નાસી છૂટ્યા

થરા અધગામની સીમમાંથી જુગાર રમતા ચાર ઇસમોને થરા પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. થરા પોલીસને મળેલી બાતમી હકીકતના આધગામની સીમમાંથી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા ઈસમો ને પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જિલ્લાના થરા અધગામની સીમમાંથી જુગાર રમતા પાંચ ઈસમોને થરા પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યા છે. જેમાં થરાદ પોલીસને મળેલી ખાનગી બાતમી હકીકતના આધારે અધગામની સીમમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળીને જુગાર રમી રહ્યા હતા. જે હકીકતના આધારે થરા પોલીસ પોલીસ સ્ટાફે પંચો સાથે જગ્યાએ રેડ કરતા માનસુંગ ભાઈ ચૌધરી, ભાયરામ ભાઈ જોશી, રમેશભાઈ જોશી,પ્રકાશભાઈ ઠક્કર, મુકેશભાઈ દવે ઝડપાયા હતા. જેમાં રોકડ રકમ 32,500 સાથે તેમજ રેડ દરમિયાન ઇશ્વરભાઇ ચૌધરી, સુરેશ ભાઈ ચૌધરી તેમ કુલ 7 ઇસમો વિરુદ્ધ થરા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.