Saturday, September 3, 2022

મારી સાથે કેમ ઝઘડો કર્યો હતો કહી ટીઆરબી જવાન પર પાઇપ વડે હુમલો, પોલીસે ફરિયાદ નોંધી એકને ઝડપી લીધો | A TRB jawan was attacked with a pipe saying why he quarreled with me, the police registered a complaint and arrested one

અમદાવાદ7 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરના નરોડા પાટીયા વિસ્તારમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન પાસે બે વ્યક્તિ પહોંચ્યા હતા.ત્યારબાદ એક યુવકે મારી સાથે રાત્રે કેમ ઝઘડો કર્યો હતો.તેમ કહી માથાકુટ કરી હતી. પછી યુવકે લોખંડની પાઇપ વડે ટીઆરબી જવાન પર હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી બે પૈકી એક આરોપીને ઝડપી લીધો છે.

નરોડા વિસ્તારમાં 33 વર્ષિય નરેન્દ્રસિંહ શખ્તાવત પરિવાર સાથે રહે છે અને ટ્રાફિક બ્રિગેડ તરીકે છેલ્લા સાત વર્ષથી ફરજ બજાવે છે. ગત 1 તારીખે નરેન્દ્રસિંહની નોકરી પાટીયા સર્કલ ખાતે હતી. 2 તારીખના રોજ નરેન્દ્રસિંહ પોતાના સહકર્મચારી સાથે ફરજ પર પાટીયા સર્કલ ખાતે કામ કરી રહ્યાં હતાં. ત્યારે બે વ્યક્તિ આવ્યા હતા અને જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે કેમ ઝઘડો કર્યો હતો. ત્યારે નરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, મારી નોકરી રાત્રે ન હતી. મે કોઇ ઝઘડો કર્યો નથી. ત્યારે બન્ને વ્યક્તિઓ ઉશ્કેરાઇ ગયા હતા અને એક બીજાનું નામ લેવા લાગ્યા હતા. જેમાં એકનું નામ પરેશભાઇ અને બીજાનું નામ ડેનિયલ હોવાનું નરેન્દ્રસિંહને જાણવા મળ્યું હતું. ત્યારબાદ બન્નેએ નરેન્દ્રસિંહને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ દરમિયાન ઝઘડો થતા પરેશે પેંટમાંથી એક લોખંડનો સળીયો કાઢી માર્યો હતો. જેથી હાથમાં લોહિ નિકળવા લાગ્યું હતું.

બીજી વાર પણ તેણે પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી બીજી જગ્યાએ પણ ઇજા થઇ હતી.આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ જગયા હતા. બીજી તરફ નરેન્દ્રસિંહ લોહીલુહાણ થતા 108 મારફતે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે નરોડા પોલીસે ઇન્સ્પેક્ટર કે.વાય.વ્યાસે જણાવ્યું હતું કે, આ મામલે નરેન્દ્રસિંહની ફરિયાદ નોંધી અમે પરેશને ઝડપી લીધો છે. જ્યારે બીજા ફરાર થયેલા ડેનીયલની પણ શોધખોળ આદરી છે.

અન્ય સમાચારો પણ છે…

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.