Thursday, September 1, 2022

Vadodara: MS યુનિવર્સિટીમાં ચૂંટણીની માગ, વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવા માટે તમામ વિદ્યાર્થી સંઘો આવ્યા એક મંચ પર | Students union united on election demand in MSU Vadodara

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં રોજ વિવિધ વિદ્યાર્થી સંઘો આમને સામને આવી જતા હોય છે. પરંતુ આ વખતે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવા મામલે સૌ એક થયા છે.

TV9 GUJARATI

| Edited By: Jayraj Vala

Sep 01, 2022 | 5:29 PM

Vadodara: વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં રોજ વિવિધ વિદ્યાર્થી સંઘો આમને સામને આવી જતા હોય છે. પરંતુ આ વખતે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજવા મામલે સૌ એક થયા છે. હવે વિદ્યાર્થી સંઘો ચૂંટણીની માંગ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે કોરોનાને કારણે બે વર્ષથી ચૂંટણી થઇ નથી તે વાત વ્યાજબી છે. પરંતુ હવે તમામ ફેકલ્ટી પૂર્વવત થઈ રહી છે અને નવા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે.

તેમના પ્રશ્નોના નિરાકરણ માટે ચૂંટાયેલા વિદ્યાર્થી આગેવાનો જરૂરી છે. સાથે જ જો સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણી થતી હોય તો વિદ્યાર્થીઓની કેમ નહીં ? તેવા સવાલ સાથે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. તો બીજી તરફ યુનિવર્સિટી તંત્રનું કહેવું છે કે, નિયમ મુજબ સિન્ડિકેટની મંજૂરી બાદ ચૂંટણી જાહેર કરાશે. હાલ પ્રથમ વર્ષમાં એડમિશનની પ્રક્રિયા ચાલી રહી છે. એડમિશન પૂર્ણ થયા બાદ યોગ્ય સમયે ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવશે.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.