શ્રીલંકાની સિંગિંગ સેન્સેશન યોહાની (Yohani) અજય દેવગનની ફિલ્મ ‘થેંક ગોડ’ (Thank God)માં માનિકા માગે હિતેનું હિન્દી વર્ઝન ગાયું છે. આ ગીતમાં એક્ટ્રેસ નોરા ફતેહી અને સિદ્ધાર્થ મલ્હોત્રા છે. શ્રીલંકામાં તેને ‘રેપ પ્રિન્સેસ’નું ટાઈટલ આપવામાં આવ્યું છે.
Image Credit source: Social Media
શ્રીલંકાની સેન્શેનલ ગાયક યોહાની (Yohani) ‘મનિકે માગે હિતે’ ગાઈને રાતોરાત લોકપ્રિય બની ગઈ છે. ‘માનિકે માગે હિતે’ (Manike Mage Hithe) એ સિંહલા ગીત છે જે શ્રીલંકામાં બોલાતી મુખ્ય ભાષામાંની એક છે. આ ગીતનું ઓરિજિનલ ફોર્મ ગયા વર્ષે જુલાઈમાં રિલીઝ થયું હતું. તે સમયે આ ગીત ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હતું, પરંતુ જ્યારે આ વર્ષે ગીતનું કવર સોંગ બહાર આવ્યું ત્યારે તે રાતોરાત વાયરલ થઈ ગયું. આ કવર ગીત યોહાની ડિલોકા ડી સિલ્વા દ્વારા ગાયું છે. યોહાનીના અવાજે એવો જાદુ ફેલાવ્યો કે તે યુટ્યુબથી ઈન્સ્ટાગ્રામ અને શ્રીલંકાથી લઈને દુનિયાના ખૂણે ખૂણે પહોંચી ગઈ. યોહાનીનો જન્મ કોલંબોમાં થયો હતો. તે ભૂતપૂર્વ આર્મી ઓફિસર મેજર જનરલ પ્રસન્ના ડી સિલ્વાની પુત્રી છે. તેની માતાનું નામ દિનીતિ ડી સિલ્વા છે જે એર હોસ્ટેસ રહી ચૂકી છે. આર્મી બેકગ્રાઉન્ડમાંથી હોવાથી યોહાનીએ પોતાનું જીવન દેશના ઘણા ભાગોમાં વિતાવ્યું છે.
અહીં જુઓ ઓરિજિનલ સોન્ગ
યોહાની એક સિંગર, સોન્ગ રાઈટર, રેપર, મ્યુઝિક પ્રોડ્યુસર, યુટ્યુબર છે અને મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટનો બિઝનેસ કરે છે. તેણે પોતાના મ્યુઝિક કરિયરની શરૂઆત યુટ્યુબથી કરી હતી. તેને ‘દેવિયાંગે બહાર’ રેપ કવર પરથી ઓળખ મળી અને પછી તેણે ઘણા ગીતોના કવર વર્ઝન ગાયા. ભારતમાં યોહાનીને હવે ઓળખ મળી છે, પરંતુ શ્રીલંકામાં તેને ‘રેપ પ્રિન્સેસ’નું ટાઈટલ આપવામાં આવ્યું છે.
યોહાનીને બાળપણથી જ સંગીતનો શોખ હતો. બાળપણમાં તે પિયાનો વગાડતી હતી. તેણી તેની શાળામાં સિનિયર વેસ્ટર્ન બેન્ડમાં પણ હતી, જ્યાં તેણી ટ્રમ્પેટ અને ફ્રેન્ચ હોર્ન જેવા સંગીતનાં સાધનો વગાડતી હતી. તે દિવસોમાં યોહાનીએ યુટ્યુબ પરથી ગિટાર વગાડવાનું શીખી લીધું હતું.
અહીં જુઓ હિન્દી વર્ઝન
અજય દેવગનની ફિલ્મ થેંક ગોડમાં નોરા ફતેહી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે. નોરાએ આ ગીતમાં ડાન્સ કર્યો છે અને સિદ્ધાર્થ તેના સ્ટેપ્સ સાથે મેચ કરતો જોવા મળે છે. આ ફિલ્મના નિર્માતાઓએ માહિતી શેયર કરી હતી કે યોહાની આ ફિલ્મમાં હિન્દી વર્ઝન ગાશે. આ ફિલ્મ દિવાળીના અવસર પર 25 ઓક્ટોબર, 2022ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે. આ સાથે જ તેનું મ્યુઝિક તનિષ્ક બાગચી આપ્યું છે. ઈન્દ્ર કુમાર દ્વારા નિર્દેશિત, ‘થેંક ગોડ’નું નિર્માણ ટી-સિરીઝ ફિલ્મ્સ અને મારુતિ ઈન્ટરનેશનલ પ્રોડક્શન દ્વારા કરવામાં આવી રહ્યું છે.