[og_img]
- માતાની ગરબી જોવા ગયેલ પરિવારને નડ્યો અકસ્માત
- મહિલા, યુવતીઓ અને બાળકો ગરબી જોઈને ઘરે જવા નીકળ્યા હતા
- અકસ્માત સર્જી ફરાર થયેલી કાર નાઘેડી પાસે પલ્ટી ખાઈ ગઈ
જામનગર તાલુકાના દરેડ ગામ પાસે ગતરાત્રીના હીટ એન્ડ રનની ઘટનામાં મહિલા, યુવતીઓ અને બાળકો મળીને 11 ઘાયલ થયા હતા. જેમાં 1 યુવતીનું કરૂણ મોત નિપજતા સમગ્ર વિસ્તારમાં શોક વ્યાપી ગયો છે.
દરેડમાં મુરલીધર પેટ્રોલ પંપની પાછળ, ચારાવાસમાં રહેતી કુવરબેન રાણસુરભાઈ રવશી (ઉં.વ.55) નામના મહિલા તેમજ તેમની 4 પુત્રીઓ તેમજ દિયર અને જેઠની દિકરી દિકરા અને દેરાણી સહિત 19 જેટલા પરિવારજનો રાદલ માતાના મંદિર પાસે ગતરાત્રીના ગરબી જેવા ગયા હતા અને તેઓ ગરબી જોઈને રાત્રીના અગિયાર વાગ્યે ઘરે જવા નિકળ્યા હતાં અને મંદિરની આગળ આવેલ ગુલકીવાળાને ત્યાં ગુલકી ખાવા માટે ઉભા રહ્યા હતા.
આ દરમ્યાન જેઠા નાગશી ગઢવી નામનો શખ્સ પુરપાટ કાર લઈને આવીને આ મહિલાઓ અને બાળાઓની વચ્ચેથી ચલાવીને 16 વ્યક્તિઓને ઘાયલ કરીને નાશી છુટયો હતો. આ સમયે લોકો એકઠા થઇ ગયા હતાં અને ગેસ એમ્બ્યુલન્સમાં તમામને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જા આલી ઉર્ફે આવું રામસુરભાઈ રવશી (ઉ.વ.20)નું કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે કુવરબેન વશી, રાજલબેન રાસુરભાઈ રવશી (ઉ.વ.17)માલીબેન રાણસુરભાઈ વશી (ઉ.વ.14), જીવબેન (ઉ.વ.21), રાજલ (ઉ.વ.8),204 ભાઈ (ઉ.વ.7), અમીબેન (ઉ.વ.19), નાથીબેન (31.18), દેવશ્રી ઉષ્ટ દેશળબેન અને સમાબેન (ઉ.વ.35)ને શરીરે નાની-મોટી ઈજા પહોંચતા સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ અંગેની કાર ચાલક જેઠા ગઢવી સામે ફરિયાદ નોંધાવી છે. અકસ્માત સર્જી ફરાર થયેલી કાર નાઘેડી પાસે પલ્ટી ખાઈ ગઈ હતી. કાર ચાલક નાશી છુટ્યો હતો.