રહકિમ કોર્નવોલે (Rahkeem Cornwall) ના બેટથી નિકળી તોફાની બેવડી સદી, 20 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને ટીમે 326 રન બનાવ્યા હતા, હવે જ્યારે ટીમનો સ્કોર આટલો ભયંકર છે તો તે કેવી રીતે હારી શકે.
Rahkeem Cornwall એ 5 રન જ દોડીને બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટી20 વર્લ્ડ કપ (T20 World Cup 2022) જીતવાના મિશન સાથે ઓસ્ટ્રેલિયામાં છે. પરંતુ, તેમની ટીમના એક ખેલાડીએ આ દિવસોમાં અમેરિકામાં તબાહી મચાવી છે. તે ત્યાં ટી20 લીગ (T20 League) માં બોલરોની રીતસરની ધુલાઈ કરી રહ્યો છે. તે બોલરો પર બેરહેમ થઈને પોતાનું કામ કરી રહ્યો છે. તેને જોઈને લાગે છે કે જેમણે વેસ્ટ ઈન્ડિઝની ટીમને પસંદ કરી છે, તેઓએ આ ખેલાડીને પસંદ ન કરીને મોટી ભૂલ કરી છે. અમે વાત કરી રહ્યા છીએ રહકીમ કોર્નવોલ (Rahkeem Cornwall) ની, જેણે યુએસએની T20 લીગ એટલાન્ટા ઓપનમાં બેવડી સદી ફટકારી છે.
રહકિમ કોર્નવોલના બેટથી વાવાઝોડા સમાન બેવડી સદી નિકળવાને લઈ તેની ટીમે 20 ઓવરમાં માત્ર 1 વિકેટ ગુમાવીને 326 રન બનાવ્યા હતા. હવે જ્યારે ટીમનો સ્કોર આટલો ભયંકર છે તો તે કેવી રીતે હારી શકે. બસ એજ અપેક્ષા મુજબ આ મેચનું પરિણામ પણ કંઇક આમ જ આવ્યું. રહકિમ કોર્નવોલની બેવડી સદીના કારણે તેની ટીમ એટલાન્ટા ફાયરે 172 રનના વિશાળ અંતરથી મેચ જીતી લીધી હતી. આ ટીમે મેચમાં સ્ક્વેર ડ્રાઇવ પેન્થર્સને હરાવ્યું, જેણે લક્ષ્યનો પીછો કર્યો અને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 154 રન બનાવ્યા.
માત્ર 39 બોલમાં 200 રન પૂરા કર્યા
રહકીમ કોર્નવોલે 77 બોલનો સામનો કરીને 205 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 266.23 હતો અને તેના બેટમાં 22 છગ્ગા અને 17 ચોગ્ગા હતા. એટલે કે કુલ 39 બાઉન્ડ્રી લગાવવામાં આવી હતી. હવે જો આપણે આ 39 બાઉન્ડ્રી પરથી એકઠા કરેલા રનનો સરવાળો કરીએ તો તે આંકડો પૂરા 200માં બેસે છે. એટલે કે તેના 205 રનમાંથી રહીકિમ કોર્નવોલે માત્ર 39 બોલમાં 200 રન બનાવ્યા હતા.
જુઓ તેના શાનદાર આક્રમક શોટ
ARE YOU NOT ENTERTAINED?!
Rahkeem Cornwall put Atlanta Fire on top with a DOUBLE century going 205*(77) with 2️⃣2️⃣ MASSIVE sixes 🤯🤯🤯 pic.twitter.com/1iRfyniiUw
— Minor League Cricket (@MiLCricket) October 6, 2022
રહકીમનું મહત્વ વેસ્ટ ઈન્ડિઝ ક્યારે સમજશે?
T20માં રહકીમે કરેલો આ સૌથી ભયંકર વિસ્ફોટ છે. આ પહેલા પણ તે તોફાની ઇનિંગ્સ રમી ચૂક્યો છે પરંતુ તેનું સ્તર અલગ છે. આશ્ચર્યની વાત એ છે કે T20 ક્રિકેટમાં આટલી જોરદાર ઈનિંગ્સ રમ્યા બાદ પણ તેને વેસ્ટ ઈન્ડિઝ માટે T20 રમવાની તક મળી નથી. તેણે વનડે પણ રમી નથી. અત્યાર સુધી તેણે વેસ્ટ ઈન્ડિઝ માટે માત્ર ટેસ્ટ ક્રિકેટ રમી છે અને ત્યાં પણ તેણે પોતાનું નામ રોશન કર્યું છે.
આશા છે કે, રહકીમ કોર્નવોલે હવે અમેરિકાની ધરતી પર જે કર્યું છે, તે વિસ્ફોટનો અવાજ વેસ્ટ ઈન્ડિઝની ટીમ પસંદ કરનારાઓના કાનમાં જરૂર પડયો હશે. અને, આવી સ્થિતિમાં, આગલી વખતે જ્યારે તે T20 માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની પસંદગી કરવા માટે ઉતરશે, તો તે ચોક્કસપણે રહકીમના નામ પર વિચાર કરશે.