દુર્ગા માતાની પ્રતિમાના વિસર્જન દરમિયાન વિવિધ સ્થળે 13 લોકોના ડુબી જતા મોત, રેસ્ક્યુ ઓપરેશન યથાવત | 13 people drowned at various places during Durga Mata Visharan, rescue operation continues

પૂજા સમિતિના કાર્યકરો નદીમાં મૂર્તિઓના વિસર્જન(Murti Visarjan)ની પ્રક્રિયામાં વ્યસ્ત હતા. ત્યારે નદીમાં પાણી અચાનક વધી ગયું હતું જો કે કેટલાક લોકો કાંઠે ચઢવામાં સફળ રહ્યા હતા. પરંતુ ઘણા લોકો પાણીમાં વહી ગયા હતા. પોલીસ અને સિવિલ ડિફેન્સના જવાનોએ તાત્કાલિક નદીમાં ઉતરીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું

દુર્ગા માતાની પ્રતિમાના વિસર્જન દરમિયાન વિવિધ સ્થળે 13 લોકોના ડુબી જતા મોત, રેસ્ક્યુ ઓપરેશન યથાવત

13 people drowned at various places during Durga Mata Visharan

દેવી દુર્ગા(Durga mataji)ના મૂર્તિ વિસર્જન દરમિયાન ડૂબી જવાથી બુધવારે બે અલગ-અલગ રાજ્યોમાં કુલ 13 લોકોના મોત થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મૂર્તિ વિસર્જન દરમિયાન પશ્ચિમ બંગાળ(West Bengal)માં 7 અને રાજસ્થાન(rajasthan)માં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતા. પશ્ચિમ બંગાળના જલપાઈગુડી(jalpaigudi) જિલ્લાની માલ નદીમાં લોકો મૂર્તિ વિસર્જન માટે ઉતર્યા હતા, જ્યારે અચાનક પાણીનું સ્તર વધવા લાગ્યું. જોરદાર મોજામાં ફસાઈને સાત લોકોના મોત થયા હતા. જલપાઈગુડીના એસપી દેવર્ષિ દત્તાએ જણાવ્યું હતું કે જોરદાર પ્રવાહમાં ઘણા લોકો ધોવાઈ ગયા છે, જે હજુ પણ લાપતા છે.

પૂજા સમિતિના કાર્યકરો નદીમાં મૂર્તિઓના વિસર્જનની પ્રક્રિયામાં વ્યસ્ત હતા. ત્યારે નદીમાં પાણી અચાનક વધી ગયું હતું જો કે કેટલાક લોકો કાંઠે ચઢવામાં સફળ રહ્યા હતા. પરંતુ ઘણા લોકો પાણીમાં વહી ગયા હતા. પોલીસ અને સિવિલ ડિફેન્સના જવાનોએ તાત્કાલિક નદીમાં ઉતરીને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અહેવાલ છે કે લગભગ 15 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જોકે, બાકીના લોકો માટે બચાવ કાર્ય ચાલુ છે. વિજયા દશમી ની રાત્રે હૃદયદ્રાવક ઘટના સામે આવી છે.

તે જ સમયે, બુધવારે રાજસ્થાનના અજમેર જિલ્લાના નસીરાબાદ સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેવી દુર્ગાની મૂર્તિના વિસર્જન દરમિયાન વરસાદી પાણીથી ભરેલી ખાડામાં ડૂબી જવાથી છ લોકોના મોત થયા હતા. આ માહિતી પોલીસે આપી હતી. અજમેરના પોલીસ અધિક્ષક ચુનારામ જાટે જણાવ્યું કે સ્થાનિક લોકો અલગ-અલગ પ્રસંગોએ મૂર્તિઓનું વિસર્જન કરતા રહે છે, પરંતુ આ વખતે યુવકો ઊંડા પાણીમાં ગયા કારણ કે તેમને ઊંડાઈનો ખ્યાલ ન હતો. તેમણે કહ્યું કે શરૂઆતમાં પાંચ મૃતદેહ મળી આવ્યા હતા, બાદમાં જાણવા મળ્યું કે વધુ એક વ્યક્તિ ગુમ છે જે બાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ હતું.

વડાપ્રધાને કર્યુ ટ્વિટ

તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પશ્ચિમ બંગાળમાં થયેલા અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વિટ કર્યું કે પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં દુર્ગા પૂજા ઉત્સવ દરમિયાન થયેલા અકસ્માતથી દુઃખી છું. તેમના પ્રિયજનોને ગુમાવનારા લોકો માટે સંવેદના.

મુખ્યપ્રધાન અશોક ગેહલોતે પણ શોક વ્યક્ત કર્યો

આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા મુખ્યમંત્રી અશોક ગેહલોતે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટમાં કહ્યું કે અજમેરમાં નસીરાબાદ વિસ્તારના નાંદલા ગામમાં મૂર્તિ વિસર્જન દરમિયાન પાણીમાં ડૂબી જવાથી છ લોકોના મોત ખૂબ જ દુઃખદ છે. હું શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું, ભગવાન તેમને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે.

Previous Post Next Post