પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો, કમળાના 132, ટાઈફોઈડના 252 કેસ

[og_img]

  • સરકારી હોસ્પિટલો, ખાનગી દવાખાનામાં દર્દીઓની લાઈનો
  • ડેન્ગ્યુના 469, ચીકન ગુનિયાના 14 જેટલા કેસ
  • ઝાડા-ઉલટીના 189, સ્વાઈન ફ્લુના 43 દર્દી નોંધાયા

અમદાવાદમાં ચોમાસાએ વિદાય લીધી હોવાછતાં શહેરમાં પાણીજન્ય રોગચાળો અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. શહેરમાં ગત વર્ષની સરખામણીએ કમળો, ટાઈફોઈડના કેસ વધી ગયા છે. જોકે, ઝાડા-ઉલટીના કેસ ઓછા નોંધાયા છે. જ્યારે મેલેરિયા, ડેન્ગ્યુ અને ફાલ્સીપારમના કેસ વધી રહ્યા છે. તા. 15 ઓક્ટોબર સુધીમાં ઝાડા- ઉલટીના 189, કમળાના 132 અને ટાઈફોઈડના 252, સાદા મેલેરિયાના 63, ડેન્ગ્યુના 469, ફાલ્સીપારમના 14 અને ચીકન ગુનિયાના 14 કેસ નોંધાયા છે. હજુ ઓક્ટોબર મહીનાના15 દિવસ બાકી છે અને રોગચાળાના કેસ વધવાની શક્યતા છે. સ્વાઈન ફ્લુના 43 કેસ નોંધાયા છે અને ચાલુ વર્ષે જાન્યુઆરીથી તા. 16 ઓક્ટોબર સુધીમાં સ્વાઈન ફ્લુના 1,૦97 દર્દી નોંધાયા છે. કોલેરાનો 5 કેસ નોંધાયા છે.

ગત વર્ષે ઓક્ટોબરમાં કમળાના 117 કેસ અને ટાઈફોઈડના 191 કેસ નોંધાયા હતા. જ્યારે ચાલુ વર્ષે 15 ઓક્ટોબર સુધીમાં કમળાના કેસ વધીને 132 અને ટાઈફોઈડના કેસ વધીને 252 થયા છે. જ્યારે ઝાડા-ઉલટીના કેસ અંકુશમાં છે અને ચાલુ વર્ષે ઓક્ટોબરમાં ઝાડા- ઉલટીના 189 કેસ નોંધાયા છે. ગત ઓક્ટોબરમાં સાદા મેલેરિયાના 135, ફાલ્સીપારમના 14, ડેન્ગ્યુના 886 અને ચીકનગુનિયાના 462 કેસ નોંધાયા હતા.

જ્યારે ચાલુ વર્ષે તા. 15 અક્ટોબર સુધીમાં સાદા મેલેરિયાના 63, ડેન્ગ્યુના 469, ફાલ્સીપારમના 14 અને ચીકન ગુનિયાના 14 કેસ નોંધાયા છે. આગામી દિવસોમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધુ વકરે તેવી શક્યતા છે. મચ્છરોનો ઉપદ્રવ વધવાને પગલે મચ્છરજન્ય રોગચાળો વકરે તેવી શક્યતા છે. શહેરના મધ્ય ઝોન, પૂર્વના વિસ્તારોમાં પાણીમાં પોલ્યુશનની વ્યાપક ફરિયાદો જોવા મળી રહી છે.

أحدث أقدم