વાયરલ વીડિયો: મહિલા એ બનાવ્યા કોરિયન નૂડલ્સવાળા ઢોંસા, લોકો એ કહ્યું - શું થઈ ગયુ છે આ દેશના લોકોને ?

ભૂતકાળમાં તમે કોકો મેગી, મેંગો મેગી, કેક મેગી જેવી વિચિત્ર વાનગીના વાયરલ વીડિયો તમે જોયા હશે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે કોરિયન નૂડલ્સવાળા ઢોસા જોઈ શકો છો.

વાયરલ વીડિયો: મહિલા એ બનાવ્યા કોરિયન નૂડલ્સવાળા ઢોંસા, લોકો એ કહ્યું - શું થઈ ગયુ છે આ દેશના લોકોને ?

કોરિયન નૂડલ્સ સાથે ડોસા

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

વિચિત્ર ખોરાક સંયોજન: આજના આધુનિક સમયમાં દરેક ક્ષેત્રમાં સ્પર્ધા છે. આજકાલ સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેને જોઈને એવુ લાગી રહ્યુ છે કે લોકો વચ્ચે વાનગીઓ પર વિચિત્ર અખતરા કરવાની સ્પર્ધા ચાલી રહી છે. ભૂતકાળમાં તમે કોકો મેગી, મેંગો મેગી, કેક મેગી જેવી વિચિત્ર વાનગીના વાયરલ વીડિયો તમે જોયા હશે. હાલમાં આવો જ એક વીડિયો વાયરલ (વાઈરલ વિડીયો) થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે કોરિયન નૂડલ્સવાળા ઢોસા જોઈ શકો છો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવતી સૌથી પહેલા ઢોંસાનું પેકેટ ખોલે છે અને ઢોંસા બનાવવાની શરુઆત કરે છે. ઢોંસા બની ગયા પછી તે યુવતી રેમન નૂડલ્સનું પેકેટ ખોલે છે અને તે નૂડલ્સ બનાવે છે. નૂડલ્સ બની ગયા પછી તે યુવતી ઢોંસા પર બટાકા, કાંદા કે પનીરની જગ્યાએ તે બનાવેલા કોરિયન નૂડલ્સ નાંખે છે. તે ઢોંસો વધારે તીખો ન થાય તેના માટે તેના પર ચીઝ નાંખવામાં આવે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @soosaute નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લાખો સોશિયલ મીડિયા યુઝર્સ જોઈ ચૂક્યા છે. આ વીડિયોને 9 હજાર કરતા વધારે લાઈક મળી ચૂકી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વિચિત્ર વાનગીવાળા વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, પારંપરિક વાનગી સાથે આવા અખતરા ન કરવા જોઈએ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, શું થઈ ગયુ છે આ દેશના લોકોને ? અન્ય એક યુઝરે લખ્યુ છે કે, બસ કરો યાર,નહીં તો હું સોશિયલ મીડિયા છોડી દઈશ.

أحدث أقدم