2024માં ચૂંટણી લડવા માંગે છે કંગના રનૌત, ભાજપ આપશે ટિકિટ? જેપી નડ્ડાએ આપ્યો સીધો જવાબ

એક ખાનગી ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂમાં કંગના એ પોતાની આ ઈચ્છા વ્યક્ત કરી છે. તેના આ નિવેદનની આખા દિવસમાં ભારે ચર્ચા થઈ હતી. હવે તેમની આ ઈચ્છા પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રતિક્રિયા આપી છે.

2024માં ચૂંટણી લડવા માંગે છે કંગના રનૌત, ભાજપ આપશે ટિકિટ? જેપી નડ્ડાએ આપ્યો સીધો જવાબ

કંગના રનૌત – જેપી નડ્ડા

છબી ક્રેડિટ સ્ત્રોત: ફાઇલ ફોટો

વિવાદાસ્પદ નિવેદનને કારણે કંગના રનૌત સતત ચર્ચામાં રહે છે. હાલ તેણે ફરી એક ચોંકાવનારુ નિવેદન આપ્યુ છે. બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે હિમાચલ પ્રદેશના મંડીમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે નિવેદન આપ્યુ છે કે, જો જનતા ઈચ્છે અને ભાજપ જો તેમને ટિકિટ આપે તે ચૂંટણી લડવા તૈયાર છે. એક ખાનગી ન્યૂઝ ચેનલના ઈન્ટરવ્યૂમાં કંગના એ પોતાની આ ઈચ્છા વ્યક્ત કરી છે. તેના આ નિવેદનની આખા  દેશમાં ભારે ચર્ચા થઈ હતી. હવે તેમની આ ઈચ્છા પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પ્રતિક્રિયા આપી છે.

એક ઈન્ટરવ્યૂ દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કંગનાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, ભાજપમાં તેમનું સ્વાગત છે. પાર્ટીમાં બધા માટે જગ્યા છે. પણ તેમને કઈ જવાબદારી આપવી તે નિર્ણય પાર્ટી જ કરશે. ચૂંટણી માટેની ટિકિટનો નિર્ણય હું નથી કરતો. આખી પાર્ટી મળીને ટિકિટ કોને આપવી તેનો નિર્ણય કરતી હોય છે. કોઈપણ વ્યક્તિને અમે કોઈ શરત પર સામેલ નથી કરતા. અમે કોઈને પણ વ્યક્તિને કોઈ કમિટમેન્ટ આપીને સામેલ નથી કરતા.

કંગનાએ આપ્યુ હતુ આ નિવેદન

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતે કહ્યું છે કે તે 2024ની લોકસભા ચૂંટણીમાં હિમાચલ પ્રદેશના મંડીથી ચૂંટણી લડવા માંગે છે. તેમણે કહ્યું કે જો જનતા ઈચ્છે અને ભાજપ તેમને ટિકિટ આપે તો તેઓ ચૂંટણી લડવા તૈયાર છે. કંગનાએ એક ન્યૂઝ ચેનલના એક કાર્યક્રમમાં આ ઈચ્છા વ્યક્ત કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને તેમને ‘મહાન માણસ’ કહ્યા. અભિનેત્રીએ કહ્યું કે તે દુઃખદની વાત છે કે પીએમ મોદી અને રાહુલ ગાંધી બંને હરીફ છે.

તેમણે કહ્યું કે મોદીજી માટે દુ:ખની વાત છે કે મોદીજીનો સામનો રાહુલ ગાંધી સાથે છે, પરંતુ, મોદીજી જાણે છે કે તેમનો કોઈ વિરોધી નથી. તેઓ પોતાને પુશ કરતા રહે છે. રાહુલ પોતાના સ્તરે પ્રયાસ કરી રહ્યા છે. હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી પર વાત કરતા રનૌતે કહ્યું કે હિમાચલ પ્રદેશ આમ આદમી પાર્ટી (AAP)ના ખોટા વચનોમાં નહીં આવે. હિમાચલમાં લોકો પાસે  સૌર શક્તિ છે અને લોકો પોતાની રીતે શાકભાજી ઉગાડે છે. હિમાચલમાં તમને મફતની જાહેરાતોથી ફાયદો થવાનો નથી. હિમાચલના લોકોને મફતમાં કંઈ જોઈતું નથી.

Previous Post Next Post