Saturday, October 29, 2022

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂસ્ખલન, અનેક લોકો કાટમાળ નીચે ફસાયા

Landslide in Jammu and Kashmir : જમ્મૂ -કશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક મેગા પાવર પ્રોજક્ટ સાઈટ પર ભૂસ્ખલનની ઘટના સબની છે. આ ઘટનામાં 1 જેસીબી ચાલકનું પણ મોત થયુ છે અને લગભગ 6 જેટલા લોકો ભૂસ્ખલના કાટમાળ નીચે દબાયેલા છે.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં ભૂસ્ખલન, અનેક લોકો કાટમાળ નીચે ફસાયા

જમ્મુ-કાશ્મીરમાં ભૂસ્ખલન

છબી ક્રેડિટ સ્ત્રોત: Twitter

જમ્મૂ -કશ્મીરમાં શનિવારે  ભૂસ્ખલનની ઘટના બની છે. જમ્મૂ -કશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં એક મેગા પાવર પ્રોજક્ટ સાઈટ પર ભૂસ્ખલનની ઘટના બની છે. આ ઘટનામાં 1 જેસીબી ચાલકનું પણ મોત થયુ છે અને લગભગ 6 જેટલા લોકો ભૂસ્ખલનના કાટમાળ નીચે દબાયેલા છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના સમયે કાટમાળ નીચે દબાયેલા લોકો જેસીબી ચાલકની મદદ માટે દોડયા હતા. તે દરમિયાન ફરી ભૂસ્ખલન થયુ અને તેમા તે લોકો ફસાઈ ગયા. હાલમાં પણ બચાવની કામગીરી ચાલી રહી છે. કિશ્તવાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે માહિતી આપતા જણાવ્યુ કે, બચાવવા  ગયેલા 6 લોકો હાલ કાટમાળ નીચે દબાયેલા છે.

કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢીને બચાવવાના તમામ પ્રયત્નો ચાલી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યુ કે, નિર્માણા ધીન મેગા પાવર પ્રોજક્ટ સાઈટ પર આ ખતરનાક ભૂસ્ખલનની ઘટના  સામે આવી છે. તેમને જમ્મૂ -કશ્મીરના કિશ્તવાડ જિલ્લાના કલેકટરે આ માહિતી આપી છે. તેમણે માહિતી આપી છે કે આ ઘટનામાં એક જેસીબી ચાલકનું મોત થયુ છે. આ ઘટના પછી બચાવ માટે આવેલા 6 કર્મચારીઓ કાટમાળમાં ફસાયા હતા.

કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે ટ્વિટ કરીને માહિતી આપી કે, ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ ચાલુ છે. જરુરત પડશે તો સહાયતા પણ આપવામાં આવશે. હું જિલ્લા તંત્રના સતત સંપર્કમાં છું. જમ્મૂ -કશ્મીરના ઉપ-રાજ્યપાલ દ્વારા પણ ટ્વિટ કરીને આ અંગે માહિતી આપી હતી.

 

Please Disable Your Ad Blocker

Our website relies on ads to stay free. Kindly disable your ad blocker to continue.